________________
જ જૈન પત્રકારત્વ અપાયજાજ સમાજમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત થાય તેવાં પગલાં લેવાનો નિર્ણય કર્યો.
એમ ઓગણીસમી સદીની સુધારા યુગની પ્રણાલીમાં સંસ્થા પણ જોડાઈ ગઈ. જૈન સમાજને એક નવા આયામે પહોંચાડવા અયોગ્ય દીક્ષા, બાળદીક્ષા જેવા પ્રશ્નો વિરુદ્ધ અવાજ ઉપાડ્યો હતો. ફિરકાઓમાં વિખેરાયેલા જૈન સમાજને એક તાંતણે બાંધવો હતો. સમાજમાં સાધર્મિકતાનો સંદેશ પહોંચાડવા નર્મદની “દાંડિયો' પત્રિકાની જેમ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્ર રૂપે “શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકાનો ૩૧મી ઓગસ્ટ, ૧૯૨લ્થી પ્રારંભ થયો. તે વ્યવસ્થાપક શ્રી જમનાદાસ અમરચંદ ગાંધીની દેખરેખ હેઠળ અડધા આનાની કિંમતે, છ પાનાના સાપ્તાહિક સ્વરૂપે પ્રગટ કરવામાં આવતું હતું.
અંગ્રેજ સરકાર સામે લડત/નામ પરિવર્તન : ૧૯મી ઓકટોબર, ૧૯૦૨ના દિને “શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકામાંથી પ્રબુદ્ધ જૈન’ નામ સાથે મુખપત્રને આગળ વધારવામાં આવ્યું. માત્ર જૈન સંપ્રદાય સુધી જ સીમિત ન રહેતું પ્રબુદ્ધ જૈન રાષ્ટ્રીય જાગૃતિ, સ્વાતંત્ર્ય ચળવળમાં પણ સદાય અગ્રેસર રહ્યું છે. તે સમયે જાગૃતિ આણવા લખાયેલ વાર્તા ‘અમર અરવિંદ વિરુદ્ધ બ્રિટિશ સરકારે પાબંદી મૂકી અને ૬,૦૦૦ રૂપિયા જામીન પેટે માગ્યા. ત્યારે અડગ અને પોતાના રાષ્ટ્ર, સમાજનું હિત ઈચ્છતું આ સામયિક 'તરુણ જૈન'ના નામ પરિવર્તન સાથે પહેલી જાન્યુઆરી, ૧૯૩૪ની સાલથી શરૂ કરવામાં આવ્યું. પરિસ્થિતિ થાળે પડતાં સામયિકે તા. ૧-૫-૧૯૩લ્થી પ્રબુદ્ધ જૈન' નામ પરત ધારણ કર્યું.
સ્વાતંત્ર્યની ચળવળ, રાષ્ટ્રહિત, સમાજહિત, પરિવર્તનના પવનના પ્રતાપની ઝલક, પ્રબુદ્ધ જૈનમાં જોઈ કાકાસાહેબ કાલેલકરે સંસ્થાના ત્રણ મુખ્ય રાહબરોમાંના એક શ્રી પરમાનંદભાઈ કાપડિયાને સામયિકને માત્ર એક સંપ્રદાય પૂરતું સીમિત ન રાખતાં સર્વભોગ્ય બનાવવાનું સૂચન કર્યું. બીજા મહાનુભવોની પણ સહમતી મળતાં “પ્રબુદ્ધ જૈનને સંપ્રદાયની સીમાને મૂકી વિશ્વબંધુત્વની સીમામાં લાવવામાં આવ્યું. તેની પ્રતિક્રિયા કહો કે પુષ્ટીરૂપે, સામયિક 'પ્રબુદ્ધ જૈનમાંથી પ્રબુદ્ધ જીવન” બન્યું તેમ જ સાપ્તાહિક, પાક્ષિક અને છેલ્લા ઘણા સમયથી માસિકરૂપે પ્રગટ થાય છે. અંકમાં છ પાનાં, આઠ પાનાં, ૧૪ પાનાં, ૧૬ પાનાં. ક્યારેક વિશેષ અંકનાં ૮૬ પાનાં એમ સામયિકે દિન-પ્રતિદિન વાચન સામગ્રીની સંખ્યા સાથે
૧૦૯