________________
જૈન પત્રકારત્વ
“પ્રબુદ્ધ જીવન”
– બ્રિજલ એ. શાહ
(મુંબઈસ્થિત બ્રિજલબહેન જન્મભૂમિ ગ્રુપમાં પત્રકાર તરીકે સેવા આપી રહેલ છે.)
આ જગતમાં સૌથી કપરું કાર્ય કંઈ હોય તો તે છે સત્યના માર્ગ પર ચાલવું અથવા સત્યના આગ્રહી, સત્યનિષ્ઠ બનવું, તેમાં પણ આપણી ભારતીય આર્ય સંસ્કૃતિમાં જો ધર્મ વિરુદ્ધની કે ધાર્મિક ગુરુઓ વિરુદ્ધની કંઈ વાત કરીએ તો ‘નમો અરિહંતાણં’... તેમ છતાં ઇતિહાસમાં એવા વીરલાઓ મળી આવ્યા છે જેમણે કહેવાતી ધર્મરીતિઓનો વિરોધ કરી સમાજજાગૃતિ, લોકકલ્યાણનું પુણ્યકાર્ય કર્યું છે. આ સખત પ્રકારના એક ઉદ્દેશ્ય સાથે ૮૨ વર્ષ પહેલાં ‘પ્રબુદ્ધ જીવન’નો જન્મ થયો.
પ્રબુદ્ધ જીવનનો પ્રારંભ/સંસ્થાનું બીજરોપણ : ૨૫મી નવેમ્બર, ૧૯૨૮ના રોજ મુંબઈના ‘શ્રી મુંબઈ જૈન સ્વયંસેવક મંડળ'ની ઑફિસમાંથી ‘શ્રી જૈન યુથ લીગ’ના સાત સભ્યો હીરાભાઈ રામચંદ મલબારી, અમૃતલાલ વાડીલાલ શાહ, રતિલાલ કોઠારી, દલપતભાઈ ભૂખણદાસ ભણસાલી, ચીમનલાલ મોહનલાલ, કીર્તિલાલ હીરાલાલ ભણસાલી અને મોહનલાલ દીપચંદ ચોકસીએ બેઠકમાં “ધી મુંબઈ જૈન યુવક સંઘ'ની સ્થાપના કરવાનો ઠરાવ પસાર કર્યો ને ત્રીજી મે, ૧૯૨૯ના દિને ‘શ્રી મુંબઈ જૈન યુવક સંઘ’નો જન્મ થયો. મંત્રીપદે ડૉ. નગીનદાસ જે.શાહ, શ્રી ઓધવજી ધનજી શાહ અને પરમાનંદ કુંવરજી કાપડિયાની નિયુક્તિ કરવામાં આવી આ સાત મહાનુભવોએ તે સમયે સંસ્થા માટે ઉદ્દેશો નક્કી કર્યા હતા જે કંઈક આ પ્રમાણે છે... ‘રાજકીય, ધાર્મિક તથા સામાજિક સવાલો હાથ ધરી યુવકોમાં જાગૃતિ લાવવાના ઉપાયો યોજવા અને તેનો યોગ્ય પ્રચાર કરવો. દાખલ (એન્ટ્રી) ફી રૂા. એક અને વાર્ષિક ફી રૂા. બે. ટૂંકમાં કહીએ તો મુખ્યત્વે જૈનોની ધાર્મિક, આર્થિક અને સામાજિક ઉન્નતિના ઉપાયો રાષ્ટ્રહિતને લક્ષમાં રાખી યોજ્યા. રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં બને તેટલી સહાય આપવી તેમ જ જૈન
2
૧૦૮