________________
wwwજૈન પત્રકારત્રીજાજ ચતુર્વિધ સંઘ અને જિન શાસનનું હિત વસેલું હોય, શ્રાવકાચાર પ્રત્યેની સભાનતા, સાધુજીની સમાચારી પ્રત્યે જાગૃતિ અને શિથિલાચારને ચારિત્ર્યમાં સ્થિર કરવાના સમ્યફ પુરુષાર્થની ભાવના હોય
શાસનની અવહેલના થાય તેવા લેખો, સમાચારો પોતાના પત્ર કે પત્રિકામાં કદિ પ્રગટ કરે નહીં. જિન શાસનની વર્તમાન સમસ્યાઓ, તીર્થ કે તિથિની ચર્ચાનું વિશ્લેષણ અવશ્ય કરે પણ ધર્મ અને શાસનની ગરિમા જળવાય તેમ. જૈન પત્રકાર હંમેશાં પીળા પત્રકારત્વથી અળગો રહે, લાલચ વગર, સ્થાપિત હિતોના દબાણ હેઠળ આવ્યા વિના તટસ્થ વૃત્તિથી એક્ટિવિસ્ટ જર્નાલિસ્ટ કર્મશીલ પત્રકાર હોય. લોકમત કેળવનાર લોકશિક્ષક એવા પત્રકાર, જ્યારે અર્ધસત્ય અને વિકૃત સમાચારથી સમાજ વિક્ષુબ્ધ બને, શાસનમાં કટોકટી સર્જાય, ભોળા શ્રદ્ધાળુ કે યુવા વર્ગની ધર્મ પ્રતિ શ્રદ્ધા ડગમગે ત્યારે તે પોતાની કલમ દ્વારા એ ડહોળાયેલા નીરને નિર્મળ કરે, સુનામીને સરોવર જેવું શાંત કરે અને શ્રદ્ધાને પુનઃ સ્થાપિત કરવાનો સમ્યફ પુરુષાર્થ કરી શ્રમણ સંસ્કૃતિની અસ્મિતાને ઉજાગર કરે.
**
ક્ષા