________________
જાપાન જૈન પત્રકારત્વ પણ જાય, કે, આપણી પાસે ત્રણ જાગીર તો છે પણ ત્યાં વૃત્તાંત નિવેદકોની ચોથી જાગીર બેઠેલી છે એ આ ત્રણેય જાગીરોથી વધુ મહત્ત્વની છે. આ વિધાનમાં પત્રકારત્વની વિશિષ્ટ શક્તિની વાત અભિપ્રેત છે.
સમાચારપત્રો અને સામયિકો એવાં હોવાં જોઈએ જે પ્રજાના સંસ્કાર ઘડતરનું કાર્ય કરે, વિકૃતિનું સંસ્કૃતિમાં, વ્યભિચારનું સદાચારમાં, અન્યાયનું ન્યાયમાં, અશ્લીલતાનું સંસ્કારિતામાં પરિણમન કરે જે પત્ર સત્યનો પુરસ્કૃત બની તેનો પ્રચાર-પ્રસાર કરવા સક્ષમ નથી કે નથી તેના પુરુષાર્થ પર નિર્ભર, તે પ્રત્યેક પ્રભાવે પ્રજાનું હીર હણવા માટે મોકલાવેલા વિષપ્યાલા સમાન છે.
જૈન પત્રો અસત્ય અને અન્યાયને સ્થાને સત્ય અને ન્યાય, હિંસાને સ્થાને અહિંસા, પરિગ્રહને સ્થાને દાન અને ત્યાગ, વૈચારિક સંઘર્ષને સ્થાને અનેકાંત દ્વારા સામંજસ્યની પ્રતિષ્ઠાનો સમ્યફ પુરુષાર્થ કરે છે. ઉપભોક્તાવાદથી ઉપયોગની સંસ્કૃતિ તરફ લઈ જઈ જનજનના હૈયામાં વિવેક અને સંયમના ભાવોને પ્રવાહિત કરવાનું કાર્ય જૈન પત્રકાર કરે છે.
કોઈ પણ ઘટનાનું તલસ્પર્શી અવગાહન કરી માર્મિકતાથી સમાજજીવનના હિતમાં જે યોગ્ય લાગે તે પ્રગટ કરે.
અદ્ભુત નિરીક્ષણ અને સ્પંદન સાથે વૃત્તાંતને વિવેકબુદ્ધિ અને તટશ્યના કાંઠા વચ્ચે નિર્મળ સરિતા જેમ વહેણ આપવાનું કામ કરે તે આદર્શ પત્રકાર કહેવાય.
કાકાસાહેબ કાલેલકરે કહ્યું છે કે, “પત્રકાર એટલે લોકશિક્ષણનો આચાર્ય. બ્રાહ્મણોનો બ્રાહ્મણ અને ચારણોનો ચારણ, દીન-દુર્બળ અને મૂક વર્ગ પર જુલ્મ અને અન્યાય સામે પત્રકાર સેનાપતિ થઈ ક્ષાત્રધર્મ નિભાવે, રાજકર્તાઓની અયોગ્ય નીતિ સામે લોકમત કેળવી પ્રજાના પ્રતિનિધિ થઈ લોકોમાં ચેતના જગાવે છે. આમ લોકસેવક, લોકપ્રતિનિધિ, લોકનાયક અને લોકગુરુની ચતુર્વિધ પદવીનો ધારક પત્રકાર બની શકે છે.” ( પત્રકારે કહેલું એક સત્ય ઇતિહાસ બની જાય છે. પત્રકાર સત્યનો સંશોધક હોય છે. શ્વેતાંબર, દિગંબર, ગચ્છ, પંથ કે સંપ્રદાયની વાડાબંધીથી પત્રકાર હંમેશાં દૂર રહે. જૈન પત્રકારત્વનો અર્થ પત્રકારત્વમાં જૈનદષ્ટિ જૈન પત્રકારને હૈયે