________________
જય જય જય જૈન પત્રકારત્વ રાજા સયાજીરાજ પ્રસરેલી સામાજિક સંસ્થા જૈન જાગૃતિ સેંટર્સનું મુખપત્ર “જાગૃતિ સંદેશ” સત્ત્વશીલ સાહિત્ય ઉપરાંત વિવિધ સેંટરોનાં કાર્યોના સમાચાર પ્રગટ કરે છે. જૈન સોશ્યલ ગ્રુપનું “મંગલયાત્રા” તેના સેંટરની પ્રવૃત્તિઓના અહેવાલ પ્રગટ
કરે છે.
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ કોબાથી “દિવ્યધ્વનિ” તો ધરમપુરથી “સદ્ગર એક્કો”નું પ્રકાશન થાય છે.
દાદા ભગવાનના પ્રેરિત “અક્રમ વિજ્ઞાન અને આપ્તવાણી પ્રકાશિત થાય છે.
ઉજવલ પ્રકાશન, મુંબઈ, સમગ્ર ભારતના તમામ ફિરકાની જૈન ચાતુર્માસ સૂચિનું પ્રકાશન કરે છે.
આમાંના કેટલાંક પ્રકાશનો ઈન્ટરનેટ પર ઓનલાઈન પર પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત આવા કેટલાક પત્રો માત્ર પોતાની વેબસાઈટ પર ઓનલાઈન છે.
શાસનસેવા, સમાજસેવા, ધર્મ અને અધ્યાત્મના ઉત્કર્ષમાં આ પત્રોનું યોગદાન ઘણું જ નોંધનીય રહ્યું છે.
વિવિધ પ્રાંત અને ભાષાનાં વર્તમાનપત્રોમાં પણ જૈન સમાચારની કોલમ ચાલે છે. આ કટાલેખકો-પત્રકારો પણ જિનશાસનની સેવામાં નોંધપાત્ર યોગદાન આપી રહેલ છે.
પત્ર-પત્રિકાઓ અને પત્રકારોના સંગઠનની અતિ આવશ્યકતા છે. ગુરુ ભગવંતોની નિશ્રામાં અને સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં વર્ષમાં એકાદ વાર પણ જો પત્રકારોનું સંમેલન યોજાય તો આ ક્ષેત્રમાં ઘણું સારું કામ થઈ શકે.
પત્રકાર એટલે બધી ખબર રાખે અને બધાની ખબર લે. સહસ્ત્ર તલવાર કરતાં એક કલમની તાકાત વધારે છે.
એક સમયમાં ઇંગ્લેન્ડમાં ઉમરાવો હાઉસ ઓફ લોર્ડઝ, સામાન્ય પ્રજાના પ્રતિનિધિઓ હાઉસ ઓફ કોમન્સ અને ચર્ચના પાદરીઓ એ ત્રણ જાગીર ગણાતી. કાળક્રમે ધર્મનું વર્ચસ્વ ઘટયું અને સંસદ કારોબારી અને ન્યાયતંત્ર એ ત્રણેય લોકશાહીમાં જાગીર ગણાવા લાગી. એકવાર બ્રિટિશ પાર્લામેન્ટમાં ચર્ચા દરમિયાન એડમન્ડ બર્કનું ધ્યાન પ્રેસ ગેલેરીમાં બેઠેલા પત્રકારો તરફ ગયું અને એમણે કહ્યું