________________
શ્રાદ્ધગુણવિવરણ
પ શબ્દાર્થ–અગ્નિ, ઝેર, શસ્ત્ર, મદિરા અને પાંચમું માંસ એ પાંચ વસ્તુઓ પંડિત પુરુષએ કેઈને આપવી નહીં અને ગ્રહણ પણ કરવી નહીં. રા
તે કારણથી હું પ્રાણાતે પણ અગ્નિ નહીં જ આપુ. વિમળના આવા વચનો શ્રવણ કરી રાક્ષસનું રૂપ ધારણ કરનાર દેવ તેના પરાક્રમથી સંતુષ્ટ થઈ પિતાના સ્વાભાવિક રૂપને પ્રગટ કરી બે લ્યો કે, “હે વિમળ ! હારી પ્રશંસા સ્વર્ગમાં ઇંદ્ર મહારાજે કરી હતી કે, “વિમળ જે કોઈ બીજે પાપભીરુ પુરુષ છે જ નહીં તે કારણથી તમને ક્ષોભ પમાડવા મેં દેડકી વિગેરે કર્યું હતું પણ તમે ક્ષોભ પામ્યા નહીં માટે તમે વરદાન માગો.” વિમળે વરદાન માગ્યું નહીં તે પણ તે દેવ વિષ હરનાર મણ આપી સ્વર્ગમાં ચાલ્યો ગયો. પછી વિમળ અને સહદેવ કનકપુરમાં ગયા. આ અરસામાં નગરને વિષે પડદે વાગતે હતો કે, “સર્ષથી ડશેલા રાજપુત્રને જે કંઈ જીવાડશે તેને રાજા અડધું રાજ્ય આપશે. એવું સાંભળી વિમળે નિષેધ કર્યો તે પણ સહદેવે પડહને ગ્રહણ સ્પશ) કરી મણિના પ્રભાવથી રાજકુમારનું વિષ ઉતારી દીધું. એટલે રાજાએ તેને અડધું રાજ્ય આપવા માંડયું ત્યારે તે કહેવા લાગ્યું કે, “હારો માટે ભાઈ વિમળ છે તેને આપો.” રાજાએ તેમ કર્યું પણ વિમળે અધિકરણના ભયથી રાજ્ય ગ્રહણ કર્યું નહીં તેથી રાજાએ સહદેવને અર્ધ રાજ્ય અને શ્રેષ્ઠીપદ આપ્યું. પછી અધિકારને પ્રાપ્ત કરી સર્વ ઠેકાણે ન્યાયપૂર્વક વર્તન કરે અને પરોપકારમાં તત્પર એ વિમળ ધમ કરવા લાગ્યા. કહ્યું છે કે
આશા વી િવનં વાનાળાં, હા મોજો મિત્ર સંરક્ષ રા. एषामेते पगुणा न प्रवृत्ताः, कोऽर्थस्तेषां पार्थिवोपाश्रयेण ॥ ३॥"
શબ્દાર્થ–આજ્ઞા, કીર્તિ, ધમપુરુષનું પાલન, દાન, ભાગ અને મિત્રનું રક્ષ) આ છ ગુણે જેના પ્રવર્તમાન થયા નથી તેમને રાજાના આશયથી શું પ્રજન છે? અર્થાત્ જેને રાજાનો આશ્રય હેય તેણે આ છ કાર્યો અવશ્ય કરવાં જોઈએ.
સહદેવ તે રાજ્ય મેળવી લોકોને અત્યંત દુખ આપવા વિગેરે પાપને નિઃશંકપણે કરવા કરવા લાગ્યો. વિમળ તેમ કરતાં અટકાવ કરતા હતા, પણ સહદેવ તેમ કરતાં વિરપે નહીં કારણ કે, “ઉપદેશથી કેઈને સ્વભાવ ફેરવી શકાતું નથી. છ મહિના સુધી વાંસની સુંગળીમાં રાખેલું કુતરાનું પુછડું બહાર