________________
શ્રાદ્ધગુણવિવરણ આદરવાળા અને મોટા આરંભ તથા પરિગ્રહવાળા જી નરકમ વિષે ઉત્પન્ન થાય છે.” જે બીજી કોઈ રીતે નિર્વાહ થઈ શકતું હોય તે પાપથી ભય રાખનાર પુરુષે માંસાદિના ઉપલક્ષણથી બાવીશ અભક્ષ્ય અને બત્રીશ અનંતકાયનું ભક્ષણ, તેને વેપાર અને પંદર કર્માદાનને પણ વિમળશ્રેણીની પેઠે ત્યાગ કરે જોઈએ, તેમજ ગૃહસ્થાએ હમેશાં પાપથી ભય રાખનાર થવું જોઈએ, કારણ કે પાપભીરુ પુરુષને વિમળની પેઠે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. તેનું ઉદાહરણ આ પ્રમાણે છે
કુશથળ નામે નગરમાં વિમળ અને સહદેવ નામે કઈ એક શેઠના પુત્રો રહેતા હતા. તેમાં વિમળ પાપભીરુ હતું અને સહદેવ તેનાથી વિપરીત સ્વભાવવાળ હતા. તે બન્ને ભાઈઓએ ગુરુ પાસે સમ્યકત્વ મૂળ બાર વ્રત ગ્રહણ કર્યા હતાં. એક વખત બન્ને ભાઈઓ વેપાર માટે દેશાંતર ચાલ્યા. માર્ગમાં મુસાફરાએ વિમળને રસ્તો પૂછો. વિમળે કહ્યું કે હું જાણતું નથી અનુક્રમે બીજા વેપારી એ શ્રાવતી નગરીમાં ઘણે લાભ સાંભળી તે તરફ ગયા, પણ વિમળ શ્રેણી માર્ગમાં ઘણી સૂક્ષ્મ દેડકીઓ જેવાથી શ્રાવસ્તી તરફ ન જતાં કનકપુર તરફ ચાલ્યો. રસ્તામાં જતાં એક ગામમાં ગળી, મીણ, મધ, લુણ અને જુના તલ વિગેરે પાપકારી વસ્તુઓ સસ્તી મળતી હતી પરંતુ પાપથી ભય પામેલા વિમળ ગ્રહણ કરી નહીં. કેટલાક ગામડીઆમાખણ તાવી ઘી આપતા હતા પણ વિમળે કર્યું નહી પરંતુ તેને ગ્રહણ કરવાની ઈચ્છાવાળો સહદેવ ન્હાનું આપતો હતે પણ વિમળે તેમ થવા દીધું નહીં. વળી આગળ ચાલતાં એક ગામમાં માછી લોકેએ જાળ બનાવવા માટે સુતર માગ્યું. સડદેવ તે આપવાને ઉત્સાહવાળો થયે પણ વિમળે આપવા દીધું નહીં. અનુક્રમે બન્ને ભાઈઓ કનકપુર પહોંચ્યા. ત્યાં રસેઇ વખતે કઈ વેપારીએ અગ્નિ માગ્યો પણ વિમળે તે આપે નહીં. તે જોઈ કઈ દેવે વેપારીનું રૂપ કરી પરીક્ષા કરવા માટે અગ્નિ માગ્યું પણ તેણે અગ્નિ નહી આપવાથી કેપયુક્ત થયેલ તે દેવ રાક્ષસરૂપ ધારણ કરી ભય પમાડવા લાગ્યા પણ વિમળ ભય પામ્યો નહીં. પછી રાક્ષસે કહ્યું કે-“અરે! જે તું મને અગ્નિ આપે તે હું તને છેડી દઉં.' વિમળે કહ્યું કે “રાક્ષસ! અગ્નિ ચારે તરફના મુખવાળું શસ્ત્ર છે તેથી શ્રાવકે તેને આપતા નથી ” જે કારણથી કહેલું છે કે, “પાપથી ભય રાખનાર શ્રાવકેએ કદી પણ મધ, માંસ, ઔષધ, મૂળીયાં, શ, અગ્નિ, મુશળ, યંત્ર, તુણ, કા, મંત્ર, મૂળ અને ઔષધિ શ્રાવક આપે અને અપાવે પણ નહીં. કહ્યું છે કે
" न ग्राह्याणि न देयानि पंच वस्तूनि पंडितः ।
अग्निर्विषं तथा शस्त्रे, मद्य मांसं च पञ्चमं ॥२॥"