________________
૫૮
શ્રાદ્ધગુણવિવરણું કરી આ લોકમાં પિતાના પતિના કુળમાં યશ અને કીત્તિને વધારે કરે છે અને પરલોકમાં પોતે અખંડિત પુણ્યની ભાગીદાર થઈ પતિને પણ પુણ્યને ભાગી બનાવે છે. આ કાર્ય ખાસ કરીને સ્ત્રીનું છે, અને તે વિદુષી સ્ત્રી સારી રીતે કરતી હોવાથી પતિને આવી ચિંતામાંથી દૂર રાખે છે.
આવી રીતે ગૃહસ્થને કલ્પલતાની પેઠે સ્ત્રી શું શું સંપાદન નથી કરતી? અર્થાત જેમ કલ્પલતા મનવાંછિત આપી સુખી કરે છે તેમ ગુણવતી સ્ત્રી પણ પિતાના સ્વામીને અનુકૂળ વર્તન કરી આ લોકમાં જ સ્વર્ગ અને મોક્ષના સુખને આપનારી થાય છે. વળી કહ્યું છે કે –
“રક્ષા તુષ્ટા કરાતાપા, સિવિતાsgવર્તિની
૩ીવિત્યા થયા, રાક્ષ્મીવિ સા વાપરે ! " શબ્દાર્થ –શાણી, સંતેષ પામેલી,પ્રિય બેલનારી, પતિના ચિત્તને અનુસરનારી અને પિતાના ] કુળને ઉચિત ખરચ કરનારી સ્ત્રી જાણે બીજી લક્ષમી હોય નહીં? [તેમ ઘરને શોભાવે છે.] ૧૦ |
ભાવાર્થ-બી વિદુષી જ હેવી જોઈએ અને તેવી હોય તોજ દરેક કાર્યમાં વિવેક પુરસર વર્તન કરનારી સ્ત્રી પતિના વૈભવમાં સંતોષ માનનારી હેઈ શકે છે. ગમે તેટલી ઐશ્વર્યતા, દિવ્ય સંપત્તિ અને માન પ્રતિષ્ઠા હોય તો પણ જ્યાં સુધી સંતેષ પ્રાપ્ત થયો નથી ત્યાંસુધી ઐશ્વર્યતા વિગેરે દુઃખદાયી થાય છે, કારણકે એશ્વર્યાદિની પ્રાપ્તિ તે પૂર્વ પુણ્યને અનુસરીને રહેલી છે માટે પુણ્યાનુસાર પ્રાપ્ત થએલા ઐશ્વર્યાદિકથી અસતેષ માની વધારે ઈચ્છા કરવી ઉચિત નથી; કેમકે તેમ કરવાથી કંઈ પ્રાપ્ત થતું નથી, અને ઊલટું અસંતેષને લઈને એવી ઈચ્છા રાખનાર હમેશાં દુઃખી જ રહે છે. કેટલીક સ્ત્રીઓ પિતાના સ્વામી તરફથી મળેલાં વસ્ત્રાભૂષણથી સંતેષ નહીં માનતાં બીજા ધનાઢયની સ્ત્રીઓનાં અતિ ઉત્તમ વસ્ત્રાભૂષણ જોઈ તેવાં મેળવવા પોતાના પતિને હેરાન કર્યા કરે છે. આથી સતેષ સિવાયની સ્ત્રી સાથે ને ગૃહસંસાર સુખમય થતો નથી, પણ જેની સ્ત્રી સંતેષી હોય તેને આ દુનિયા જ સ્વર્ગરૂપ થાય છે.
- જે સ્ત્રી સાક્ષર હોય છે તે ગમે તેવા પ્રસંગે પણ કઠોર મર્મભેદક અને બિભત્ર શબ્દ વિગેરેનો ઉચ્ચાર કદિ પણ કરતી નથી અને અવસરે પણ મદનસંદરીની પેઠે મધુર, પરિમિત અને સમાચિત બેલનારી હોય છે. મધુર આલાપ પણ એક જાતનું વશીકરણ છે અને તે જેની પાસે હોય તેને આ જગત લીલા