________________
શ્રાદ્ધગુણવિવરણું
૫૭ જી નથી દેતી અથવા સ્ત્રી વિવેકશૂન્ય હોય છે તેમને આ બન્ને કાર્યો જાતે જ કરવાં પડે છે, તેથી દ્રવ્ય ઉપાર્જન કરવા ઉપરાંત પુરુષને બે ચિતએ હેવાને લીધે સુખ પ્રાપ્ત થતું નથી, અને પુરુષ ચિંતાગ્રસ્ત રહેવાને લીધે નવીન શેધ, અપૂર્વ શાસ્ત્રાભ્યાસ અને અપૂર્વ કળા-કૌશલ્ય વિગેરેથી પિતાનો જોઈએ તેવો ઉત્કર્ષ કરી શકતો નથી. પરંતુ જે સ્ત્રી કેળવાએલી અને વિવેકવાળી હોય તે “ઘરસંબંધી વ્યવસ્થા કરવી એ મારી ફરજ છે એમ ધારી તે જે તે ઉપાડી લઈ પતિને તે ચિંતામાંથી દૂર કરે છે. જેમ પશ્ચિમાત્ય પ્રજામાં સ્ત્રીઓ વિવેકશીલ અને કેળવાએલી હોવાને લીધે તેમના પતિએ ઘરસંબંધી ચિંતામાંથી મુક્ત થયેલા છે તેથી તે લોકોએ નવી નવી છે, શાસાભ્યાસ અને કળાકોશલ્યમાં આગળ વધી પોતાનો ઉત્કર્ષ કર્યો છે અને હમેશા કરે જાય છે. તેવી જ રીતે શાસ્ત્રકારના “નિનામાહા આ વાકયને અનુસારે પ્રથમ આ દેશમાં પણ સ્ત્રીઓને કેળવણી આપવામાં આવતી હતી એમ સિદ્ધ થાય છે. ગૃહસ્થને ઉત્કર્ષ તો કેળવાએલી અને સુશીલ સ્ત્રીઓને આશ્રયીને રહેલા છે, માટે દરેક પ્રકારે સ્ત્રીઓને અમુક ધાર્મિક અને વ્યવહારિક શિક્ષણ તે ફરજીઆત તરીકે આપવું જ જોઈએ અને તે જ તે યથોચિત સાંસારિક અને ધાર્મિક કાર્યમાં પ્રવર્તી પિતાના અને પતિના સંસારને સુખમય બનાવી પિતાનું “ગૃહિણી' એવું નામ સાર્થક કરે છે.
સ્ત્રી પતિને ઉત્તમ મતિ આપનારી હોવી જોઈએ, અર્થાત પિતાનો સ્વામી વ્યાપારમાં અથવા રાજકાર્ય સંબંધી ગુંચવણમાં આવી પડયા હોય તે તેને શીલવતી અને અનુપમાદેવી પેઠે સારી મતિ આપી મદદ કરવી જોઈએ. કદાચિત પોતાને સ્વામી કુળ-મર્યાદાનું ઉલ્લંઘન કરી અવળે રસ્તે ચાલતા હોય તે પણ તેના વિનયાદિકનું ઉલ્લંઘન કર્યા સિવાય સારી શિખામણ આપી આ લેક અને પરલોકના અતિ તીવ્ર દુખવિપાકોને સંભળાવી મદનરેખા તથા લીલાવતીની પેઠે દરેક પ્રકારે તેની મતિ સુધારી ઐહિક અને પારલૌકિક સુખને ભાગી બને તેમ પ્રયત્નશીલ થવું જોઈએ. ગૃહસ્થને આવા પ્રકારની સ્ત્રીને જ સંગ્રહ કર ઉચિત છે,
પુરુષ હમેશાં વ્યવસાયાદિ કાર્યમાં વ્યવહેવાને લીધે પોતાના જાતિબંધુ, ધર્મ બંધુ અથવા મુનિ મહાશય પોતાને ઘેર પધાર્યા હોય તે પણ તેમનું આતિથ્ય યથેચિત કરી શકતો નથી. પણ જે સ્ત્રી, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની જાણ હોય તો પોતાના આંગણે કલ્પવૃક્ષ સમાન સત્પાત્ર પ્રાપ્ત થતાં એગ્ય આગતાસ્વાગતા