________________
શ્રાદ્ધગુણવિવરણ માત્રથી વશ થાય છે. પ્રિયભાષીપણાથી આ લેકમાં આદર, યશવાદ, ધર્મ ચોગ્યતા અને પરલોકમાં સુખસંપત્તિની પ્રાપ્તિ થાય છે, માટે મહાન ભાગ્યોદય પ્રાપ્ત થયેલા મનુષ્યભવને સાર્થક કરવા દરેક સ્ત્રીએ પ્રિયભાષીપણું મેળવવા સતત પ્રયાસ કરવું જોઈએ.
પતિના ચિત્તને અનુસરીને વત્તનારી સ્ત્રી મણિ, મંત્ર, ઔષધિ અને કામણટુમણ વિના પણ પોતાના પતિને વશ કરી લે છે, માટે જે સ્ત્રીને પિતાના પતિને વશ કરવાની ઈચ્છા હોય તેણે રૂખમણ અને દ્રૌપદીની પેઠે તેના અભિપ્રાયને અનુસરીને વર્તન કરવું કે જેથી પતિ સહેજે વશ થશે. આ ગુણ પણ દરેક સ્ત્રીએને અનુકરણ કરવા યોગ્ય છે જે સ્ત્રીમાં આ ગુણ હોય છે તે સ્ત્રી પતિને માનનીય હવાથી હંમેશાં સુખી થાય છે.
પિતાના કુળને ઉચિત હોય તેટલો જ ખરચ કરનારી સ્ત્રી હોય તે તે કુટુંબમાં પ્રિય થઈ પડે છે, અને વિશ્વાસપાત્ર થાય છે. જે પતિ પાસે જઈએ તેટલા પૈસાની જોગવાઈન હોય, અને સ્ત્રી વિશેષ ખરચાલુ હોય તે તે ઘર જલદી દુર્દશાને પ્રાપ્ત થાય છે, માટે સ્ત્રીઓએ પોતાના પતિની સંપત્તિને અનુસાર ખરચ કરે, કે જેથા દિવસે આનંદથી નિર્ગમન થાય. આવી સ્ત્રી કુટુંબનું ઘણું માન મેળવવા ભાગ્યશાળી થાય છે. ઉપરોક્ત સર્વ ગુણોપેત જે સ્ત્રી હોય તેને હકમી તુલ્ય ગણવામાં આવે છે, અને તેવી જ સ્ત્રીઓ ઉભય કુળને પ્રકાશમાં લાવે છે, માટે ગૃહસ્થોએ ઉપરના બે શ્લોકમાં જણાવેલા ગુણયુક્ત જે સ્ત્રી હોય તેવી સ્ત્રીને સંગ્રહ કર ઉચિત છે.
સસરાના કહેવાથી દીપકને કરનારી વહુની પેઠે ઘરકાર્ય કરવામાં ઉદાસીનતા ધારણ કરનારી સ્ત્રી ન હોવી જોઈએ, પરંતુ જેમ તેજપાલ મંત્રીની ભાર્યા અનુપમાદેવી ઘરકાર્યમાં કુશળ હતી તેવી સ્ત્રી હેવી જોઈએ. અને કલહ કરનારી ભાર્યાથી તે ખરેખર ઘરને નાશ જ થાય છે. તે વિષે દૃષ્ટાંત આ પ્રમાણે છે–
કઈ ગામમાં શિવ નામે બ્રાહ્મણ રહેલું હતું. તેને કજીયાખેાર અને સર્વ ધર્મથી બહાર કરેલી સાવત્રી નામે ભાર્યા હતી. તેના ઘર આગળ એક વડનું ઝાડ હતું તેમાં એક વ્યંતર રહેતું હતું. સાવવી વડના મૂળમાં કચરે, પિશાબ વિગેરે નાંખતી હતી તેથી ઉદ્વેગ પામેલે તે વ્યંતર પલાયન કરી કેઈએક ગામના ઉપવન. માં જઈ રહ્યો. સાવિત્રી અને શિવને પરસ્પર આ પ્રમાણે કલહ થતું હતું.