________________
પિ૦
શ્રાદ્ધગુણવિવરણ - છાતી, મુખ અને કપાળ એ ત્રણ વિશાળ હોય, અને નાભી, સત્વ અને રવર એ ત્રણ ગંભીર હોય તે તે શ્રેષ્ઠ છે. કંઠ, પીઠ, પુરુષચિહ્ન અને જંઘાયુગલ એ ચાર જે પુરુષના લઘુ હોય તે નિરંતર પૂજનિક થાય છે. અંગુલી સહિત અંગુલી પર્વ, કેશ, નખ, દાંત અને ત્વચા એ પાંચ જેનાં સૂક્ષ્મ હોય તે મનુષ્ય સુખ ભોગવે છે. બે સ્તન અને બે નેત્રને મધ્યભાગ, બે ભુજાઓ, નાસિકા અને જડબુ એ પાંચ જેનાં દીર્ઘ હોય તે પુરુષ ક્ષાર્થ અને પુરુષોત્તમ ગણાય છે. નાસિકા, કંઠ, નખ, કક્ષા, હૃદય અને મુખ એ છે જેનાં ઊંચા હોય તે હમેશાં ઉદય પામે છે. નેત્રના ખૂણા, જિહુવા, તાળવું, નખ, ઓષ્ટ અને હાથ તથા પગનાં તળી એ સાત જેના રક્ત હોય તે તે સિદ્ધિને માટે થાય છે. ગતિથી વ, વર્ણથી નેહ, નેહથી સ્વર, સ્વરથી કાંતિ અને અંતિથી સત્વ એમ ઉત્તરોત્તર એક બીજાથી શ્રેષ્ઠ છે. ઉપરોક્ત બત્રીશ લક્ષણમાંથી સત્વ સર્વોત્તમ છે. સત્વગુણી પુરુષ પુન્યશાળી અને દાની હોય છે, રજોગુણી પુરુષ વિષયાસક્ત અને ભ્રાંતિ યુક્ત હોય છે, અને તમોગુણ પુરુષ પાપી અને લોભી હોય છે. આ ત્રણમાંથી સત્વગુણી ઉત્તમ છે. ભૂખ,નિધન દૂર રહેનાર, શૂરવીર, મોક્ષકા મી, અનાથ અને શીહીન પુરુષને કન્યા આપવી નહીં. અતિ આશ્ચર્યજનક ધનવાળા, આળસુ કે શીતાદિક દેશવાળા, - અપંગ અને રેગી પુરુષોને પણ કન્યા આપવી હીં. બધિર, નપુંસક, મુગા, લંગડા અંધ, શૂન્ય હૃદયવાળા અને એકદમ પ્રહાર કરનાર પુરુષને પણ કન્યા આપવી નહીં. અધમ કુળ અને અધમ જાતિવાળા, માતાપિતાના વિયેગવાળ અને પત્ની તથા પુત્ર યુક્ત પુરુષને પણ કન્યા આપવી નહીં. ઘણા વેર અને અપવાદવાળા, હમેશાં પેદા કરે તેટલું ખાઇ જન ૨ અને પ્રમાદથી હણાએલા મનવાળા પુરુષને પણ કન્યા આપવી નહીં. એક ત્રવાળા, જુગાર અને ચોરી વિગેરેના વ્યસનથી આત્માને નાશ કરનાર અને પરદેશીને પણ પંડિત પુરુષે કન્યા આપવી. નહીં. ઉપર જણાવ્યા પ્રમાણે વરના ગુણ દેષ જાણવા. હવે કન્યાનાં ગુણદોષનું વર્ણન આ પ્રમાણે છે –
"पीनोरुः पीनगण्डा लघुसमदशना पद्मनेत्रान्तरक्ता,
बिम्बोष्टी तुङ्गनासा गजपतिगमना दक्षिणावर्तनाभिः । ......स्निग्धानी वृत्तवक्त्रा पृथुमृदुजघना सुस्वरा चारुकेशी,
भर्ता तस्या क्षितीशो भवति च सुभगा पुत्रमाता च नारी ॥३॥" રાબ્દાર્થ પુછજંઘા, ભરાવદાર ગાલ, લઘુ અને સરખા દાંત, લાલ