________________
શ્રાદ્ધગુણવિવરણ દક્ષિણા આપવી તેને દૈવ વિવાહ કહે છે. એ ચારે વિવાહ ધમ વિવાહ કહેવાય છે. અને માતાપિતા અથવા બંધુવર્ગને પ્રમાણ નહીં હોવાથી પરસ્પર અત્યંત રાગથી એક બીજાની સાથે જોડાઈ જવું તેને ગાંધર્વ વિવાહ, મૂલ્ય લઈને કન્યા આપવી તેને આસુર વિવાહ ૭ બળાત્કારથી કન્યાનું ગ્રહણ કરવું તેને રાક્ષસ વિવાહ, અને ૮ સૂતેલી અથવા પ્રમાદવશ થએલી કન્યાનું ગ્રહણ કરતું તેને પૈશાચ વિવાહ કહે છે. આ ચારે અધર્મ વિવાહ કહેવાય છે. જે વર અને કન્યાને પરસ્પર પ્રેમ હોય તે તે અધમ વિવાહ પણ ધર્મ વિવાહ થાય છે. પવિત્ર પત્ની વિગેરેની પ્રાપ્તિના ફળવાળે વિવાહ કહેવાય છે. જે કારણથી કહ્યું છે કે –
“જ્યાં સતીપુરમચંગાતાં, તરવાષધિwાં વાતિ ના પ્રતિકાર
ફીરોજા શિરિપાગપુત્ર, જોવા થોડા થાવાએ શા"
શબ્દાર્થ –કૃષ્ણમહારાજે સમુદ્રની પુત્રી લક્ષમીને અને શંકરે હિમાલયની પુત્રી પાર્વતીને પ્રાપ્ત કરી જેમ અધિક પ્રતિષ્ઠા મેળવી હતી, તેમ સતી અને ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલી કન્યાને મેળવી કયો પુરુષે અધિક પ્રતિષ્ઠા નથી પામતે?
જેની જિહુવા રસવાળી છે, ભાર્યા,સતી અને રૂપાળી છે, અને લક્ષમી ત્યાગવાળી છે, તે પુરષનું જીવિતવ્ય સફળ છે. આ લોકમાં હમેશાં કલેશાદિકના કારણને લીધે અપયશ તથા દુઃખની પ્રાપ્તિ અને દુષ્ટ વિચારેથી ઉત્પન્ન થયેલ કમને બંધ પ્રાપ્ત થવાથી પરકમાં દુર્ગતિનું કારણ થાય છે. તેથી અપવિત્ર પત્નીને સંચુંગ છે તે જ નરક છે. જે કારણથી કહ્યું છે કે
“gl/નવાસ સેવા, મોર કુણી મા. .
कन्याबहुत्वं च दरिद्रता च, षड् जीवलोके नस्का भवन्ति ॥२॥" .. શબ્દાર્થ –કુગ્રામમાં વાસ, કુનરેંદ્રની સેવા, કુજન, કોષયુકત મુખવાળી ભાર્યા, ઘણી કન્યાઓ અને દરિદ્રતા એ છ મૃત્યુલોકમાં નરક કહેવાય છે.
વર કે કન્યાની પવિત્રતાનું સૂમ જ્ઞાન તે વર અને કન્યાના ગુણ તથા લક્ષણાદિકને જેવાથી થાય છે. તેમાં પ્રથમ કુળ, આચાર, અનાથપણું, વિલા, દ્રવ્ય, શરીર અને ઉમર એ સાત ગુણો વરની અંદર જેવા ગ્ય છે. તે ઉપરાંત કન્યા ભાગ્યવતી હોવી જોઈએ. વરનાં લક્ષણે આ પ્રમાણે છે