________________
ગ્રાહદ્દગુણવિવરણ બીજા મિત્રે કહ્યું કે “હે ભાઈ!, હારું કહેવું સત્ય છે. મને પણ આ બાબતમાં સંકલ૫વિકલ્પ થયા કરે છે, પરંતુ આ વિષયમાં આપણું બન્નેને નિર્ણય ફક્ત પ્રશ્ન કરવાથી તે જ કેવળજ્ઞાની કરશે તે હેતુથી “આવતી કાલે તેમની પાસે જઈશું ? એવી રીતે નિશ્ચય કરી તે બને મિત્ર પ્રભાત થતાં મહાવીર સ્વામી પાસે ગયા. ત્યાં વિનયપૂર્વક તેમનું આરાધન કરી તેમણે પિતાને સંદેહ પૂછો, તેથી ભગ વાન મહાવીરસ્વામીએ ઉત્તર આપ્યો કે “ વે તમારા બેમાંથી એક જણે મુનિની પ્રશંસા કરી હતી. તે વૃત્તાંત આ પ્રમાણે છે
કઈ ગામમાં તમે બને કેાઈ ગરીબ મનુષ્યના પુત્ર હતા. અનુક્રમે સુંદરતાના સ્થાનરૂપ યૌવન વય પ્રાપ્ત થવાથી તમે તે વયના વિકારને પ્રાપ્ત થયા, પરંતુ સંપત્તિના અભાવથી લેશ માત્ર તમારા મનોરથ કઈ રીતે પૂર્ણ થતા નહેતા, તેથી તમે ચોરીરૂપ અનાર્ય કર્મ કરવાનો આરંભ કર્યો. પછી કોઈ વખતે રાત્રિમાં બીજા ગામની અંદર જઈ અતિ શીવ્રતાથી તમે ગાયોનું હરણ કર્યું તેથી તમને ફાંસી દેવાનું કામ કરનાર પુરુષોએ ત્રાસ પમાડો, એટલે તમે નાસવાની તૈયારી કરી. પછી ત્યાંથી નાસતાં પર્વતની ગુફામાં રહેલા અને ધ્યાન તથા મૌન ક્રિયામાં તત્પર એવા એક મુનિ તમારા જેવામાં આવ્યા. તે અવસરે ધર્મપાલના જી:આ પ્રમાણે વિચાર કર્યો કે, “અહો ! શ્રેષ્ઠ આચારના મંદિરરૂપ આ મુનિને જન્મ સુલબ્ધ છે, જે આવી રીતે નિર્ભય, શાંત અને સંગ રહિત આ ગુફામાં રહે છે. વળી અમે તે અધન્યમાં પણ અધન્ય છીએ કારણ કે દ્રવ્યની ઈચ્છા થી વિરુદ્ધ કાર્ય કરનારા અમે પરાભવને પ્રાપ્ત થયા છીએ. અરે! ધિક્કારથી આત્માને નાશ કરનારા અમે મૃત્યુ પામ્યા પછી કઈ ગતિમાં જવાના? અને દુઃખી હાલતને લીધે અમે ઉભય લોકવિરુદ્ધ કર્મ કરનારા થયા છીએ. જેવી રીતે આ મુનિનું આચરણ પાપરહિત અને નિર્મળ છે તેવી જ રીતે અમારું આચરણુ આ મહામાથી વિપરીત છે, તે આવા વિરુદ્ધ આચરણથી અમારું કલ્યાણ શી રીતે થશે?” આ પ્રમાણે ધર્મ પાળે સાધુની પ્રશંસા કરી અને બીજો વસુપાલ તે તે મુનિ તરફ ઉદાસીન વૃત્તિવાળો થયે. તે બેમાંથી એક ગુણના રાગથી બધિબીજ પામ્યો અને બીજાને તે પ્રાપ્ત થયું નહીં. પછી કષાયની મંદતાને લીધે દાન દેવામાં તત્પર થએલા તમે બને મિત્રોએ મનુષ્ય ભવને ચોગ્ય પ્રશસ્ય કમ ઉપાર્જન કર્યું. અનુક્રમે ત્યાંથી કાળ કરી શ્રેષ્ઠ આચારવાળા અને વણિક ધર્મમાં પરાયણ તમે અને આ કેશંબી નગરીમાં વણિકના પુત્રપણે ઉત્પન્ન થયા છે. ઉપરોક્ત કારણથી આ ભવમાં એકલા આ ધમપાલને શ્રેષ્ઠ બેધરૂપ બધિબીજનું