SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ માગુણનિવારણ યાચના કરવી નહીં. એવું અતિ વિષમ અને ખગની ધારા જેવું આ વ્રત સપુરુષને કેણે બતાવ્યું હશે? ૬ આ “શિષ્ટાચારપ્રશંસા ધમરૂપી બીજનો આધાર અને પરલોકમાં ધમપ્રાપ્તિનું કારણ હેવાથી મોક્ષરૂપ કાયનું કારણ થાય છે. તે ચેરના દહાંતથી બતાવે છે– કેશબીપુરીમાં અદભૂત ગુણના ઉત્તમ ભંડારરૂપ અને જૈન ધર્મના આસ્વાદથી ઉલલાસ પામેલ જિતરિ નામે પ્રખ્યાત રાજા હતા, અને તે જ નગરીમાં મોટી ગાદ્ધિવાળા ધન અને યક્ષ નામના બે શેઠીયા રહેતા હતા. તેમાં ધન શ્રેણીને પિતાના કુળને આનંદ આપનાર ધમપાલ નામે પુત્ર હતો. અને યક્ષ શ્રેણીને દ્રવ્યની વૃદ્ધિ કરનાર વસુપાલ નામે પુત્ર હતે. અનુક્રમે તે બને મને હર એવી યોવન વયને પ્રાપ્ત થયા અને પૂર્વજન્મના સંસ્કાર લીધે બાલ્યાવસ્થાથી જ તે બનેને ક્ષીર-નીર પેઠે અત્યંત આશ્ચર્યકારક મિત્રતા થઈ. તે બે મિત્રોમાંથી એકને જે રૂચે તે બીજાને પણ રચતું હતું તેથી લેકમાં આ બન્ને એકચિત્તવાળા છે એવી પ્રસિદ્ધિને પામ્યા. તે પછી પિતાના કુળને ઉચિત કાર્ય કરતાં તે બન્નેના દિવસો નિર્ગમન થતા હતા. તેવામાં એક વખતે તે નગરીના ઉદ્યાનમાં જગતવત્સલ શ્રીમાન મહાવીર સ્વામીનું આગમન થયું, અને એ સમવસરણની રચના કરી. આ વાતની ખબર પડતાં નગરના લોકોની સાથે કે શંખીને રાજા જિતારિ વીરપ્રભુને વંદન કરવા ગયે. કુતુહળમાં તત્પર તે બે શેકીઆના પુત્રો પણ ભગવાન મહાવીરને વંદન કરવા ગયા. તે વખતે જિનેશ્વરે ધર્મદેશનાને પ્રારંભ કર્યો. પછી તે બે વણિક પુત્રમાંથી એકને જિનેશ્વરની વાણી શ્રદ્ધારૂપ થાય છે, તેના મનને રૂચે છે, તેથી વિશાળ નેત્રવાળે, મસ્તક ધુણાવતે અને રોમાંચિત શરીરવાળે તે વણિક પુત્ર કર્ણરૂપ પત્રના પાત્રમાં અર્પણ કરાએલા જિનેશ્વરના વાક્યનું અમૃતની પેઠે પાન કરે છે. બીજાને તે તે જિનવચન રેતીના કોળીઆ સદશ વિરુદ્ધ લાગતું હતું. આથી તે બનને મિત્ર સમોસરણમાંથી ઊઠી પિતાને ઘેર ગયા. ત્યાં બેમાંથી એક એવી રીતે બે કે “હે ભાઈ ! તું જિનવાણી થી ખરેખર ભાવિત થયો છે અને હે મિત્ર! હું ભાવિત ન થયે તેનું શું કારણ હશે ? વળી લેકમાં આટલા કાળ સુધી આપણે બે એક ચિત્તવાળા પ્રસિદ્ધ થયા છીએ પણ હમણાં આ બાબતમાં આપણા બન્નેનું ચિત્ત જુદા વિચારવાળું થયું છે. તેનું શું કારણ હશે?” આ વાત સાંભળી ચકિત થયેલા
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy