SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્દગુણવિવરણ ૪૩ હોય તે પણ તેને ત્યાગ કરવાને આનાકાની કરે છે, તે યોગ્ય નથી. જેનાથી ઉભય લેકના હિતની હાનિ થતી હોય અને જિનાજ્ઞાને ભંગ થતો હોય તે આચાર લોકાચાર થઈ શકે નહીં. તેથી એવા મનકલ્પિત લોકાચારનું અનુકરણ કરવું સર્વથા અનુચિત છે. શુદ્ધ કાચારનું પાલન પ્રાણીમાત્રને ધમંપ્રાપ્તિ અને આત્મહિતનું કારણભૂત થઈ પડે છે, માટે બનતા યાસે વિવેકી પુરુષે શુષ લેકાચારનું ઉલ્લંઘન ન થાય તેવી પ્રવૃત્તિ કરવી. “ત્રવિપાનન–સવ ઠેકાણે ઔચિત્યનું પાલન કરવું, કેમકે કદિ સાંસારિક કાર્યમાં સમયાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવામાં ન આવે તો લેકમાં માન, હાનિ, મદાંધતા અને વિવેકશૂન્યતા પ્રગટ થાય, અને ધર્મની પણ અપભ્રાજના થવાને પ્રસંગ આવે, તેથી વિવેકપુરસર પ્રવૃત્તિ કરવી. કહ્યું છે કે “ વિશે તરાનો નિધિા એ વાક્યાનુસાર વૃદ્ધ, જ્ઞાની, અભ્યાગત, જ્યેષ્ટ તથા કનિષ્ટ બંધુ અને પુરુષનું ઔચિત્ય સાચવવા અને કોઈ પણ વ્યક્તિને અપ્રિય લાગે તેવી પ્રવૃત્તિ કદિ પણ નહીં કરવા વિવેકી પુરુષોએ ખાસ ધ્યાન આપવું જોઈએ. “પ્રવ્રુત્તિર્દિકે નેતિ - કંઠે પ્રાણ આવે તો પણ નિંદિત કાર્યમાં પ્રવૃત્તિ કરવી નહીં કેમકે જે કરવાથી આત્મગુણહાનિ, જિનાજ્ઞાભંગ, કાપવાદ અને રાજવિરુદ્ધતા થાય તેવાં દુર્વ્યસનનું સેવન અને પ્રમાદ તથા કષાયાદિક નિંદિત કાર્યોને પ્રયત્નપૂર્વક ત્યાગ કરે, કારણકે નિંદિત કાર્ય સત્યકી વિદ્યાધરની પેઠે આ લોક તથા પરાકના અહિતને માટે થાય છે. ઉપરોક્ત સર્વ પ્રકારનો સદાચાર આચરણ કરવા લાયક છે, માટે વિશેષ ધમાંભિલાષી પુરુષે સદાચાર ગ્રહણ કરવા ચૂકવું નહીં. કહ્યું છે કે – "विपद्युच्चैः स्थेयं पदमनुविधेयं च महतां, प्रिया न्याय्या वृत्तिर्मलिनमसुभङ्गेऽप्यसुकरम् । असंतो नाभ्याः सुहृदपि न याच्यः कृशधन:, सतां केनोद्दिष्टं विषममसिधारा व्रतमिदम् ॥६॥" શબ્દાર્થ –આપત્તિ વખતે ઉચ્ચ સ્થિતિમાં રહેવું, મહાન પુરુષોના પગલે ચાલવું, ન્યાયવૃત્તિને પ્રિય કરવી, પ્રાણને નાશ થતાં પણ મલિન કાર્ય કરવું, દુર્જનની પ્રાર્થના ન કરવી અને તે નિધન થયા છતાં પણ મિત્રની પાસે
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy