________________
શ્રાદ્ધગુણવિવરણ તાત્પયર્થ ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિવર્ગનું સાધન કર્યા સિવાય મનુષ્યનું આયુષ્ય પશુની પેઠે નિષ્ફળ છે, તેમાં પણ પંડિત પુરુષે ધર્મને પ્રધાન કહે છે, કારણ કે તેના વિના અર્થ અને કામની પ્રાપ્તિ થતી નથી. ૧ માટે વિવેકી પુરુષે ધમરૂપ પ્રધાન કાયને બાધ ન આવે તેવી રીતે પ્રવૃત્તિ કરવી એ ઉચિત છે,
પ્રમાહિત્ય વિવર્ણન –પ્રમાદનો ત્યાગ કરે. તે ત્યાગ કરવાનું કારણ એ છે કે પ્રાણી માત્રને કદ્દો શત્રુ પ્રમાદ જ છે, અને જે શત્રુ હોય તેને ત્યાગ કરે એ સૃષ્ટિને એક સ્વાભાવિક નિયમ છે, તે પ્રમાદ શત્રુનો ત્યાગ કરવાને બદલે તેની સેવા કરવી એ નિયમથી કેટલું.વિરુદ્ધ છે? કદિ કે રાજા હુકમ કરે કે મહારી તમામ રેયતે હમેશાં એક કલાક મ્હારી સેવા ઉઠાવવી. રાજાના આ હકમને લેક જુલમી હુકમ ગણશે અને તેને (હુકમને) રાજા પાસે પાછો ખેંચાવવા વિદ્વાન, ધનવાન અને સમસ્ત પ્રજાવર્ગ બનતે પ્રયાસ કરવા ચૂકશે નહીં. તે
જ્યારે પ્રમાદરૂપી રાજા તેઓને ભ્રમમાં નાંખી પ્રતિદિન ઘણા કલાકે સેવા કરાવે છે ત્યારે તેની સેવામાંથી મુકત થવા માટે બનતે પ્રયાસ કેમ ન કરવું જોઈએ? જે પ્રમાદ રાજાની આજ્ઞા ત્રણ લોકના પ્રાણીઓ મસ્તકે ચડાવે છે તે પ્રમાદના મુખ્ય પાંચ ભેદ છે, અને ગૌણતાએ દરેક પ્રાણીઓના વિચિત્ર સ્વભાવને લીધે અનેક ભેદો થાય છે. પરંતુ તે સર્વે ત્યાગ કરવા એગ્ય છે. આ પ્રમાદ કયે વખતે અને કેવા રૂપમાં આવશે તે મુકરર નથી, માટે સાધુ અગર શ્રાવકોએ પ્રમાદ શત્રુથી સાવધાન રહી, હમેશાં આત્મામાં જાગૃતિ રાખી તેને લેશમાત્ર પણ થથાન આપવું નહીં, કારણ કે સંસારની વૃદ્ધિ કરનાર અને પૂર્વધરાને પણ એક નિગોદ સુધી પહોંચાડનાર તે જ છે. કહ્યું છે કે –
" मज्जं विसयकसाया, निहा विगहा य पंचमी भणिया।
एए पंच पमाया, जीवं पाडति संसारे ॥ १ ॥" તાત્પર્યા –“આઠ મદ, પાંચ ઇંદ્રિયોના વેવીશ વિષય, સેળ કષાય, પાંચ પ્રકારની નિદ્રા અને ચાર વિકથા એ પાંચ પ્રમાદ અને સંસારમાં પાડે છે. ” આ ગાથાનું મનન કરતાં એમ લાગે છે કે કોઈ ભવ્ય પ્રાણી સંસારી કાર્યમાંથી અવકાશ મેળવી ધર્મ કરવાને તત્પર થાય છે તેટલામાં ઉપરોક્ત પ્રમાદ આડા આવી તેને તેમ કરતાં અટકાવે છે, તે તેનાથી પાછા નહીં હટતાં