________________
શાહરુણવિવરણ ભાવાર્થ-“ ગણાવારિસ્પા”-નિષ્ફળ ખર્ચને ત્યાગ કર જોઈએ, કારણ કે તેમ થવાથી દ્રવ્યને નાશ થઈ પાપની વૃદ્ધિ થાય છે, તેથી આ લોકમાં દરિદ્રતા તથા અપકીતિ અને પરલોકમાં દુર્ગતિ વિગેરેના અતિતીવ્ર દુખ સહન કરવાં પડે છે. વળી અસત્ કાર્યમાં દ્રવ્યને વ્યય થઈ જવાથી મનુષ્ય ભવને યોગ્ય ખરેખરૂં પુન્ય કાર્ય જે દ્રવ્યથી કરવાનું છે તે રહી જાય છે, જેથી પરિણામે પશ્ચા તાપ કરવો પડે છે, માટે અસત્ કાર્યમાં દ્રવ્યને વ્યય કરતાં પહેલાં ખાસ શુભાશુભ ફળનું મનન કરી ભવિષ્ય કાળમાં આપત્તિ વિગેરે કાંઈ ખમવું ન પડે તેવી રીતે પ્રવૃત્તિ કરે, તેમજ માત્ર ખાલી નામના કરવાની ઈચ્છાથી લગ્નાદિ પ્રસંગે માં પણ બીજા ધનાલ્યોની સાથે સ્પર્ધામાં ઊતરવા પ્રયત્ન નહીં કરતાં સમયેચિત અને શક્તિ અનુસાર વ્યય કરે યોગ્ય છે.
જૈવ ક્રિયા સલા –દરેક ક્રિયા હમેશાં યોગ્ય સ્થાને જ કરવી, જોઈએ, અનુચિત સ્થાનમાં ક્રિયા કરવાથી કાર્યની જેવી જોઈએ તેવી સફળતા થઈ શકતી નથી. જેમ સિદ્ધગિરિ આદિ પવિત્ર ક્ષેત્રમાં પ્રભુભકિત, બ્રહ્મચર્ય, સામાયિક, પ્રતિક્રમણ, તપ, જપ, ધ્યાન અને મુનિદાન વિગેરે જેવું સ્થિર ચિરાથી થઈ શકે છે તેવું પિતાના ગામમાં કે ઘરમાં પ્રાયે થઈ શકતું નથી. વળી સાધુની સમીપમાં કે ઉપાશ્રયમાં જેવી ધર્મકિયા થઈ શકે છે તેવી ગૃહાદિક અન્ય સ્થાન માં થઈ શકતી નથી, માટે વિચારશીલ પુરુષે ચોગ્ય સ્થાને ગ્ય કિયા કરવી.
gધાના નિશા શ્રેષ્ઠ કાર્ય કરવામાં આગ્રહ રાખવું જોઈએ, કારણ કે આ ચરાચર જગતમાં પ્રાણી માત્રને અનેક કાર્ય કરવાનાં છે છતાં તેને ધમ, અર્થ, કામ અને મોક્ષરૂપ ચાર વિભાગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં પણ અર્થ અને ક્રામની પ્રાપ્તિ જો કે ધર્મ કરવાથી થાય છે, તે પણ વિવેક વિના તેનું ( અર્થ અને કામનું) સેવન કરનાર દુર્ગતિનું ભાજન થાય છે, તેથી તેના સંબંધમાં આવેલાં સર્વ કાર્ય અવશ્ય કરણીય ન હોવાથી તે પ્રધાન કાર્ય નથી, માટે તેને ગ્રંથકર્તાએ તેને ગૌણ રાખી અનંત રત્નત્રય, અનંત વીર્ય, અક્ષય સ્થિતિ અને અનંત સુખ આપનાર મોક્ષરૂપ પુરુષાર્થને પ્રધાન કાર્ય ગણેલ છે, તે ધમરૂપ પુરુષાર્થ સિદ્ધ થવાથી પ્રાપ્ત થાય છે, તેથી ધર્મ જ પ્રધાન કાર્ય છે.
* વિજ્ઞસંતાપનાન્સરળ, પરિવાર નાWા तत्रापि धर्म प्रवरं वदन्ति, न तं विना यद्भवतोऽर्थकामौ ॥१॥"