SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - શ્રાદ્દગુણવિવરણ કરવો જોઈએ, કારણ કે યતિવર્યો હમેશાં આવશ્યકમાં “મિલી જે સવપ આ મહાવાકયનું સ્મરણ કરે છે, તે તેમણે તે કઈ પણ સાથે વિરોધ રાખવો એ વ્યા. ' જબી ગણાશે નહીં, “ પ્રતિક્રિયા તિ અંગીકાર કરેલું કાર્ય કરવામાં વિશ્વ આવે પણ તેથી ડરી ન જતાં તે કાર્ય પૂરું કરવા પ્રયત્ન કરે. કાર્ય કરવાનું અંગીકાર કરતાં પહેલાં કાર્યના ગુણ દેષ, પિતાની શક્તિ, સહાયક અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવનો વિચાર કરી કાર્ય કરવાને આરંભ કર. બનતા સુધી પિતાની જાતમહેનતથી થઈ શકે તેવું કાર્ય હાથ ધરવું કે તે પરિપૂર્ણ થવામાં વાંધો આવે નહીં, પરંતુ બીજાઓના ઉપર આધાર રાખી કાર્ય હાથ ધરવું નહીં. આ ઉપરથી એમ નહીં સમજવું કે કઈ પણ કાર્ય હાથ ધરવું એ એક આપત્તિ છે. કહ્યું છે કે – "प्रारभ्यते न खलु विघ्नभयेन नीचैः, प्रारभ्य विघ्नविहता विरमन्ति मध्याः । विघ्ने पुनः पुनरपि प्रतिहन्यमानाः, प्रारब्धमुत्तमजनाः न परित्यजन्ति ॥" રાદાથ–“વિઘ આવશે એમ ધારી નીચ પુરુષ શુભ કાર્યને પ્રારંભ કરતા નથી, વિઘથી હણાએલા મધ્યમ પુરુષ કાર્યને પ્રારંભ કરી વિરમી જાય છે અને ઉત્તમ પુરુષો તે વારંવાર વિઘથી હણાયા છતાં પણ પ્રારંભ કરેલા કાર્યને ત્યાગ કરતા નથી. આ ઉપરથી દરેક સત્યરુએ સત્કાર્ય કરવામાં વિર્ય ફેરવી તેને સંપૂર્ણ કરવાં ચૂકવું નહીં. pધાપર –કુળધર્મનું પાલન કરવું–શાવકના કુળમાં જન્મ પ્રાપ્ત થયા છતાં કુસંગતિથી પિતાના શુદ્ધ આચારને ત્યાગ કરી સ્વેચ્છાદિક લેકેના વેષ તથા દુરાચારનું ગ્રહણ કરવા માં શ્રેષ્ઠતા માનવી તે શ્રાવકને કોઈ પણ રીતે યોગ્ય નથી. ભાગ્યોદયથી પ્રાપ્ત થએલા જૈનધર્મ અને તેના આચારે સુશ્રાવકે પ્રાણુતે પણ છેડવા જોઈએ નહીં. આ ઠેકાણે અસત કુળાચારની ઉપેક્ષા શ્રાવકના કુળને સંબંધ હોવાથી શ્રાવકના કુળાચારનું ગ્રહણ કરેલું છે. વળી કહ્યું છે કે1. “માચરિત્યાગ, સ્થાને જૈવ રિયા ના - રવાના નિષ્ણા, પ્રમાદ્રિય વિનમ્ II છ. " " શબ્દાર્થ “ફળ વિનાના ખર્ચને ત્યાગ કરે, ઉચિત સ્થાનમાંજ હમેશાં ક્રિયા કરવી, છેક કાર્યમાં આગ્રહ રાખો અને પ્રમાદને ત્યાગ કરે છે ”
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy