SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર શ્રાદ્ધગુણવિવરણ તાત્પર્ય એ છે કે સુવર્ણમય હરણ કેઈએ બનાવેલ નથી, પૂર્વે કેઈએ દેખ્યું નથી અને કેઈના સાંભળવામાં પણ આવતું નથી; તે પણ વિનાશકાળે રામચંદ્રજીની બુદ્ધિ વિપરીત થઈ ” તે આ પ્રમાણે બુદ્ધિ ભાવી કાર્યને અનુસાર થાય છે. તે ઉપરથી ફલિતાર્થ એ નીકળે છે કે શુભાશુભ કાર્યમાં વિદ્વાનોએ સમ પરિણામ રાખવે અને દરેક પ્રયત્ન જેનાથી કર્મબંધ થાય એવાં તીવ્ર કષાયજનક કાર્યો કરતાં અટકવું, પુનઃ પુન: વિચાર કરે અને મારી નિંદિત કાર્ય કરવાની મતિ કેમ થાય છે, એમ વિચારી દુમતિને બનતે પ્રયત્ન ત્યાગ કર. લક્ષમીના સંબંધમાં પૂર્વે સૂચવેલું ધનશ્રેણીનું ઉદાહરણ આ પ્રમાણે છે. કાંચનપુરમાં સુંદરછીને ધનશ્રેષ્ઠી નામે પુત્ર નવાણું લાખ દ્રવ્યને સ્વામી હતે. પંચાવન લાખ પૂર્વજોના ક્રમથી આવેલા હતા અને શું માલીશ લાખ પિતાના પિતાએ ઉપાર્જન કરેલા હતા. જ્યારે પોતાના પિતા પરલોક ગયા ત્યારે તે ધનશ્રેષ્ઠીએ કોડ દ્રવ્ય મેળવવાની ઈચ્છાથી ગૃહકાર્ય અને ધર્મકાર્ય વિગેરેના ખર્ચમાં એક લાખ દ્રવ્યને ઘટાડે કર્યો; તે પણ વર્ષની અંતે હિસાબ (સરયું) તપાસતાં કેટલાંએક કરીયાણાના ભાવ ઉતરી જવાથી તેટલું જ (નવાણું લાખ) દ્રવ્ય રહ્યું. ખર્ચ ઘટાડવાથી પણ અધિક દ્રવ્ય થયું નહીં. પછી બીજા દેશોમાં જઈ પંદર પ્રકારના કર્માદાનોથી વેપાર કરતાં તેણે એક ક્રોડથી અધિક દ્રવ્ય ઉપાર્જન કર્યું, દેશાંતરથી પાછા ફરતાં રસ્તામાં ભીએ તેનું સઘળું દ્રવ્ય લૂંટી લીધું અને કાંઈક ગુપ્ત રાખેલાં આભૂષણ વિગેરે સારવસ્તુને લઈ તે ધનશ્રેષ્ઠી પિતાને ઘેર આવ્યા. અને બીજી વાર હિસાબ (સરવૈયું) તપાસતાં પણ પૂર્વે હતું તેટલું જ ( નવાણું લાખ) દ્રવ્ય રહ્યું. પછી ઘણા લાભથી આકુળવ્યાકુળ મનવાળા તે ધનશ્રેણીએ પલ્લી અને તેની આજુબાજુના ગામોમાં જઈ, ચરોએ ચોરી કરીને આણેલી વસ્તુઓ સસ્તા ભાવથી લેવી, ચારેને મદદ આપવી અને રાજકાયદાનું ઉલ્લંઘન કરવું વિગેરે પ્રકારેથી તેણે સવાકોડ દ્રવ્ય ઉપાર્જન કર્યું. પછી કઈ ગામમાં અગ્નિથી તે સઘળું બળી જવાથી પોતાના આત્માની નિંદામાં તત્પર થયેલે તે ધનશ્રેણી ઘેર આવ્યો. તેને જિનદત્ત નામના તેના મિત્રે પ્રતિબોધ કર્યો કે “હે મિત્ર! ખરાબ વેપારથી દ્રય અને ધર્મની હાનિ તું ન કર, અને ઘર વિગેરેનો ખર્ચ પણ પૂર્વે જેટલું કરતો હતો એટલે જ કર” પછી તે ધનશ્રેષ્ટિ પૂર્વની પેઠે ખર્ચ વિગેરે કરી વેપાર કરવા લા. એક વખતે તેણે લાખ દ્રવ્યના સ્વામીઓથી કરાતી ટીવજવાળા ગૃહસ્થી અભ્યથાનાદિ ભક્તિને જોઈ, ૧ સાધન (મંત્રાદિ ), ૨ વાહન (ઘેડા પ્રમુખ) અને ૩ ખાણ એ ત્રણ પ્રકારથી ઘણું દ્રવ્ય ઉપાર્જન થાય છે, એમ શ્રવણ કરી પ્રથમ ઘડાને વેપાર કરવા માંડ્યો. પછી મિત્ર પ્રમુખે તે ધનશ્રેષ્ઠીને વાય તે પણ તે વહાણે ચઢયે, ત્યાં તેણે ઘણા ક્રોડે પ્રમાણુ દ્રવ્ય મેળવ્યું. પછી એક કેડની કિંમતનું રતન પિતાની જવામાં ઘાલી પાછા આવતાં તેનું વહાણ ભાંગી ગયું; અને
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy