________________
માગુવિવરણ
२३७
શબ્દાર્થ :—જિત દ્રિયપણુ વિનયનું કારણ છે, વિનયથી ગુણ્ણાના પ્રકષ પ્રાપ્ત કરાય છે, ગુણાનુરાગથી લેાક રાગી થાય છે અને લેાકેાના અનુરાગથી ઉત્પન્ન થનારી સ`પદાએ પ્રાપ્ત થાય છે. ।। ૩ ।।
સગ્રામમાં મેળવેલા જયથી પણ ઇંદ્રિયાના જય માટા ગણાય છે, એટલે ઇંદ્રિયાના જય મેળવવા ઘણા મુશ્કેલ છે. તે આ પ્રમાણે છે
સા મનુષ્યમાં એક શૂરવીર, હજારમાં એક પતિ અને લાખામાં એક વકતા હોય છે, પરંતુ દાનેશ્વરી તા હોય ખરો અથવા ન પણ હોય; અર્થાત્ દાને શ્વરી દુલ ભ હાય છે. યુદ્ધમાં જય મેળવવાથી શૂરવીર, વિદ્યાથી પંડિત, વાકૂચાતુચથી વકતા અને ધન દેવાથી કાંઇ દાતાર કહેવાતા નથી, પરંતુ ઇંદ્રિયાને જિતવાથી શૂરવીર, ધમ નું આસેવન કરવાથી પંડિત, સત્ય ભાષણ કરનાર વક્તા અને ભય પામેલ જં તુઓને અભયદાન આપનાર દાનેશ્વરી ગણાય છે. ઈદ્રિયાના પ્રસ'ગથીજ મનુષ્ય અવશ્ય દોષ સેવે છે. અને તે જ ઇંદ્રિયાને વશ કરવાથી મનુષ્ય અનુક્રમે સિદ્ધિ મેળવે છે. પુરૂષનુ બનાવેલ' શરીર તે રથ છે, આત્મા નિયંતા (સારથી) છે. આ રથના ઘેાડા ઇંદ્રિયા છે. તે ઇંદ્રિયરૂપ શ્રેષ્ઠ અને કુશળ ઘેાડાઓને સાવધાન થઈ દમનાર પુરુષ સુખેથી ધીર પુરુષની પેઠે ઈચ્છિત સ્થાનમાં પહોંચે છેઃ ચક્ષુઇંદ્રિયને વિજય મેળવવામાં લક્ષ્મણનું દૃષ્ટાંત છે, તે આ પ્રમાણે છે–સીતાને કુંડલ, કંકણ વિગેરે છે ઇત્યાદિ પ્રશ્ન થતાં લક્ષ્મણે જવાબ આપ્યા કે−હું કુંડલાને કે કંકણાને જાણતા નથી પરંતુ હમેશાં તેણીના ચરણકમલમાં વદન કરતા હોવાથી ઝાંઝરે છે, તે હું જાણું છું.
વળી સંપૂર્ણ ઇંદ્રિચાના જયનું મૂળ કારણ જિહ્વા ઇંદ્રિયના જય છે અને તે જિહ્વા ઇંદ્રિયના જય કરવા તે તેા તેવા પ્રકારના ઉચિત આહાર અને સંભાષણથી કરવા જોઇએ. નિંદા નહી' કરવા લાયક કમ થી પ્રાપ્ત થએલા તેમજ પ્રમાણેાપૈત અને શ્રેષ્ઠ ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરવા માટે જ આહાર કરવા ઉચિત ગણાય છે. તે માટે કહ્યું છે કે—
आहारार्थं कर्म कुर्यादनिद्यं भेाज्यं कार्यं प्राणसंधारणाय । प्राणा भार्यास्तश्वजिज्ञासनाय तत्रं ज्ञेयं येन भूयो न भूयात् ||४|| શબ્દાઃ—આહાર માટે અનિંદ્ય કમ કરવુ', પ્રાણાને ધારણ કરી રાખવા માટે ભેાજન કરવું, તત્ત્વાની જિજ્ઞાસા માટે જ પ્રાણાને ધારણ કરી રાખવા અને તત્ત્વને જાણવું કે જેથી ફરી જન્મ લેવા જ ન પડે. ૫ ૪ ૫