________________
શ્રાદ્ધગુણવિવરણ
૨૩૫ શબ્દાર્થ-બ્રાહ્મણે ભેજનવડે, મયૂરે મેઘની ગજેનાથી, સજજન પુરુષે બીજાના કલ્યાણથી અને દુજને (નાલાયક) બીજાની આપત્તિ( દુઃખ થી ખુશી થાય છે. અર્થાત બીજાને દુઃખી દેખી આનંદ માને છે. ૨
આ લોકમાં વિવેકી પુરૂષને નિંદનીક હેવાથી અપજશ તેમજ અનર્થોનું કારણ હોવાથી અને પરલોકમાં દુર્ગતિના હેતુ હોવાથી ઉપર જણાવેલા કામાદિ અંતરંગશત્રુઓ ત્યાગવા લાયક કહેલા છે.
હવે ગ્રંથકાર મહર્ષિ પ્રસ્તુત ગુણની સમાપ્તિ કરતાં અંતરંગારિને ત્યાગ કરનારને મુખ્ય ફળ દેખાડે છે–
अन्तरं षडरिवर्गमुदग्रं, यस्त्यजेदिह विवेकमहीयान् ।
धर्मकर्मसुयशा सुखशेमा, सोऽधिगच्छति महाश्रमसंस्थः ॥ ३॥ શબ્દાથજે મહેટા વિવેકવાળે પુરૂષ પ્રચંડ આંતરિક ષડરિવગરને આ લોકમાં ત્યાગ કરે છે તે પુરૂષ ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં પણ ધર્મકાર્ય, સુકીતિ, સુખ અને શેભા પ્રાપ્ત કરે છે. અર્થાત્ જે માનસિક દુર્વત્તિઓથી બચે છે, તે સર્વત્ર પ્રતિષ્ઠા પામી આ લોક અને પરલોકમાં સુખી થાય છે.
॥ इति श्रीचतुस्त्रिंशत्तमा गुणः ॥