________________
૨૩૪.
શ્રાદ્ધગુણવિવરણ વહન કરે છે, નાગક ગરૂડથી ભય પામે છે, સમુદ્ર રત્નોનું ગૃહ છે અને આ મેરૂ પર્વત પણ હજુ સુધી સેનાના પર્વતરૂપ વિદ્યમાન છે તો પછી તે મનુષ્યો! તમાએ શું કાંઈ દાન આપ્યું છે ? શું કોઈનું રક્ષણ કર્યું છે? શું આ જગતમાં કાંઈ ઉપાર્જન કર્યું છે કે જેને લઈને અહંકાર ધારણ કરાય છે. ૫ છે વળી ભ4હરિએ કહ્યું છે કે
पातालान समुद्धृतो बत ! बलिनीता न मृत्युः क्षयं,
नोन्मुष्टं शशिलाञ्छनस्य मलिनं नोन्मूलिता व्याधयः । शेषस्यापि धरां विधृत्य न कृतो भारावतारः क्षणम,
चेतः सत्पुरुषाभिमान गणनां मिथ्या वहल्लज्जसे ॥६॥ શબ્દાર્થ –ખેદ છે કે પાતાલથી બલિરાજાને ઉદ્ધર્યો નથી, મરણને નાશ કર્યો નથી, ચંદ્રનું મલિન લાંછલ ભૂસ્યું નથી, રેગોને ઉખેડી ફેંકી દીધા નથી અને પૃથ્વીને ક્ષણવાર ધારણ કરી શેષનાગને પણ ભાર ઉતાર્યો થી તે હે ચિત્ત! તું સપુરૂષના અભિમાનની ગણનાને વહન કરતું નકામું લજજા પામે છે. ૫ ૬
રતિ યહંવાર . - હવે હર્ષનું વર્ણન કરે છે–પ્રોજન વિના બીજાને દુઃખી કરવાથી અથવા તે શિકાર અને જુગટું વિગેરે અનાચારનું સેવન કરવાથી અંતઃકરણમાં પ્રમોદ ઉત્પન્ન થાય તેને હર્ષ કહેવામાં આવે છે અને આ હર્ષદુર્ગાનયુક્ત હૃદયવાળા અધમ પુરુષોને જ સુલભ હોય છે, અર્થાત્ ઉત્તમ પુરૂએ તો કમબંધનના કારણભૂત કાર્યમાં કઈ વખત પણ હર્ષ કર એગ્ય નથી. પાપ કાર્યમાં આનંદ માનવાથી નિકાચિત કર્મનો બંધ થાય છે અને તેનું ફળ ભેગળ્યા વિના છૂટકારો થતા નથી. અનાચારમાં આનંદ માનવે એ અધમ પુરૂષનું કામ છે. તેમાટે કહ્યું છે કે
परवसणं अभिनंदइ निरवक्खा निद्दओ निरणुतायो । हरिसिज्जइ कयपावो रुद्दझाणावगयचित्तो ॥१॥
શબ્દાર્થ–પાપ વિગેરેની અપેક્ષા નહી રાખનાર અને પશ્ચાત્તાપ નહી કરનાર નિર્દય પુરૂષ બીજાના કણને સારૂં માને છે અને રૌદ્રધ્યાન યુક્ત ચિત્તવાળો પાપ કરીને ખુશી થાય છે. જે ૧છે
तुष्यन्ति भोजनैविप्राः, मयूरा धनगर्जितैः । સાધવ પર પાવૈ, gણા પરિવત્તિમિ ૨