________________
त्रयस्त्रिंशत् गुणवर्णन. 'હવે ગ્રંથકાર કમથી પ્રાપ્ત થએલા “પપકાર કરવારૂપ” તેત્રીશમા ગુણનું વર્ણન કરે છે.
પરોતિમા–પરોપકાર કરવામાં કર્મઠ એટલે તત્પર હોય તે વિશેષ ધર્મની યોગ્યતા મેળવી શકે છે. ખરેખર જે પુરુષ પરોપકારપરાયણ હોય છે તે સમસ્ત લેકનાં નેત્રને અમૃતના અંજનરૂપ ગણાય છે. અર્થાત્ સમગ્ર પ્રાણીઓને આનંદ આપનાર હોય છે અને જે નિરુપકારી હોય છે તે તૃણથી પણ હલકે ગણાય છે. કહ્યું છે કે
क्षेत्र रक्षति चश्चा सौध लोलत्पटी कणान् रक्षा ।
दन्तात्ततृणं प्राणान नरेण कि निरुपकारेण ॥ १॥ શદાથ–ચંચા પુરુષ (ક્ષેત્રના રક્ષણ માટે બનાવેલો ઘાસને મનુષ્ય) ક્ષેત્રનું, ચપલ વજા પ્રાસાદનું, રાખ (ભસ્મ) અનાજનું અને દાંતમાં ગ્રહણ કરેલું તૃણ પ્રાણનું રક્ષણ કરે છે. અર્થાત્ જ્યારે આવા અચેતન પ્રદાર્થો પ્રાણીઓને ઉપકાર કરનાર હોય છે ત્યારે બીજાને ઉપકાર નહી કરનાર સચેતન પુરુષો તૃણ વિગેરેથી પણ નકામા ગણાય છે. ૧ પરોપકાર કરે તે મોટા પુરુષોને સ્વભાવસિદ્ધ ધર્મ જ છે. કહ્યું છે કે
उपकतुं प्रियं वक्तुं कत्तुं स्नेहमकृत्रिमम् ।। सञ्जनानां स्वभावोऽयं केनेन्दुः शिशिरीकृतः ॥२॥ कस्यादेशात् क्षिपयति तमः सप्तसप्तिः ग्रजानां छायां कर्तुं पथि विटपिनामञ्जलिः केन बद्धः । अभ्यर्थ्यन्ते नवजलमुचः केन वा वृष्टिहेतो
તે વવિધ સાધવી વઢવાણા છે ૨