________________
શ્રાધ્ધગુણવિવરણ
૨૦૭ પ્રેર્યો. તે જોઈ મંત્રીએ કહ્યું કે-જ્યાં સુધી હું કાંઈક બેસું છું ત્યાં સુધી મારા તરફ આવતા હાથીને રોકી રાખ. તેના વચનથી મહાવત તે પ્રમાણે કરે છતે ઉમાપતિ ધર મંત્રીએ કહ્યું કે
नग्नस्तिष्ठति धूलिधूसरवपुर्गोपृष्ठिमारोहति,
व्यालैः क्रीडति नृत्यति स्रवदसृगचर्मोद्वहन दन्तिनः । आचाराद्वहिरेवमादिचरितैराबद्धरागो हरः,
सत्यं नोपदिशन्ति यस्य गुरवस्तस्येदमाचेष्टितम् ॥ ८ ॥ શબ્દાર્થ–મહાદેવ નગ્નપણે રહે છે, ધૂળથી મલિન શરીરવાળા વૃષભ પર આરોહણ કરે છે, સર્પો સાથે ક્રીડા કરે છે, લેહીથી ટપકતા હાથીના ચમડાને ધારણ કરી નાચે છે, ઈત્યાદિ ચરિત્રએ કરી આચારથી બહાર થયેલો અને રાગમાં આસક્ત રહે છે તે ખરેખર સત્ય છે, કારણ કે જેને ગુરૂએ ઉપદેશ આપતા નથી તેનું આચરણ આવું જ હોય છે. એ ૮
એ પ્રમાણે તે મંત્રિના જ્ઞાનરૂપ અંકુશથી મનરૂપ હાથી વશ થવાને લીધે પિતાના ચરિત્રેથી કાંઈક પશ્ચાત્તાપ કરતા અને પોતાના આત્માની ઘણું નિંદા કરતા રાજાએ ધીમે ધીમે તે વ્યસનનો ત્યાગ કરી તે ઉમાપતિધરને ફરીથી મંત્રિપદ ઉપર સ્થાપન કર્યો.
હવે ગ્રંથકાર પ્રસ્તુત ગુણની સમાપ્તિ કરતાં સૌમ્ય પુરુષને જ ધર્મને અધિકારી કહે છે–
एवं सौम्पः सुखासेव्यः सुखप्रज्ञाप्य एव च।
यतो भवेत्ततो धर्माधिकारेऽधिकृतो बुधैः ॥ ९॥ શબ્દાર્થ –ઉપર જણાવેલાં અને ઉદાહરણથી સ્પષ્ટ સમજી શકાય છે કેસૌમ્ય પુરુષ સુખેથી સેવા કરવા લાયક અને સુખેથી પ્રતિબંધ કરવા લાયક હોય છે, તેથી પંડિત પુરુષોએ સૌમ્ય પુરુષને જ વિશેષ ધર્મને અધિકારી ગણ્યો છે. છેલ્લા