________________
શ્રાદ્ધગુણવિવરણ
૧૫
આ હેતુથી હે રાજન ! હારી ભુજાથી ઉપાર્જન કરેલ દ્રવ્યથી મેં એક મંદિર બંધાવ્યું છે અને તે મંદિરમાં મારા ઈષ્ટદેવની પૂજા વખતે અનંતફલને આપનારી નદિ પૂજા (સંગીત પૂજા) કરાવું છું. શ્રેષ્ઠીનાં આવાં વચન સાંભળીને રાજાએ કાંઈક હસીને કહ્યું કે શેઠજી, જે તમે આવા પ્રકારના વૈરાગ્યથી રંગાએલા છે તે તે તમારે વનવાસ કરવો યોગ્ય છે. ગૃહસ્થાશ્રમમાં કેવી રીતે ધમ કરી શકાય? તે માટે કહ્યું છે કે
" पुत्तनियलाई जंमि य आसपिसाई विनिच्छयं छलइ । तत्थ य धण! गिहवासे सुमिणेवि न जाउ धम्मगुणो ॥४॥"
શબ્દાર્થ “જ્યાં પુત્રકલત્રાદિને (વાસ છે) ત્યાં આશારૂપ પિશાચિની અવશ્ય લે છે, તે તેવા ગૃહસ્થાવાસમાં હે ધન શ્રેષ્ટિત ! સ્વપ્નમાં પણ કદી ધર્મ થતું નથી. કે ૪ ”
આ સાંભળી ધન શ્રેષ્ઠીએ કહ્યું કે-હે રાજન ! આપનું કહેવું સત્ય છે, પરતુ લેક કહે છે કે
"गृहाश्रमसमो धर्मो न भूतो न भविष्यति । पालयन्ति नराः शूराः क्लीवाः पाषण्डमाश्रिताः॥५॥"
શબ્દાર્થ–“ગૃહસ્થાશ્રમ જેવો ધર્મ થયો નથી અને થવાનો નથી, શૂરા પુરુષો તેને પાળે છે અને કાયર પુરૂષે પાખંડનો આશ્રય લે છે. પા”
પછી રાજાએ કહ્યું કે-હે ઉત્તમ વણિકા ગૃહસ્થાશ્રમ સંબંધી દાનાદિક ધર્મ ગુરૂઓના ઉપદેશથી જાણવામાં આવે છે તેથી તે વાનપ્રસ્થ) આશ્રમની તમે અવગણના ન કરો. ધન પ્રષિએ કહ્યું કે-હે રાજન ! લોકવાય તે આ પ્રમાણે છે.
જે બ્રાહ્મણ કહે તેમ કરવું, જે કરે તે ન કરવું. ઈત્યાદિ પ્રત્યુત્તર આપવામાં તત્પર એવા શ્રેષ્ઠીને રાજાએ કહ્યું કે હે વિશેષજ્ઞ! આવી રીતે વચનના વિસ્તાર કરવાથી શું ફળ છે? આ બાબતમાં જે પરમાર્થ હોય તે નિવેદન કરો. તે પછી હાથ જોડી ધનશ્રેષ્ઠીએ વિજ્ઞપ્તિ કરી કે-હે પ્રજાવત્સલ! અમે તમારી છત્ર છાયામાં વસીએ છીએ, હારું કુળ નિર્મળ છે. કુળને કલંક ન આવે તેવી વૃત્તિથી આટલે વખત નિર્ગમા છે. હારા ઘરમાં સ્ત્રીઓ ઘણી છે