SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ શ્રાદ્ધગુણવિવરણ તેમનું તેવા પ્રકારનું આચરણ જોઈ, ધન શ્રેણીએ વિચાર કર્યો કે આ સારું થતું નથી. કહ્યું છે કે – चकला मयलणसीला, सिणेहपरिपूरीयावि तावेइ । दीवयसिहव्य महिला लद्धप्पसरा भयं देइ ॥ २॥ શબ્દાર્થ ચપલ, મલિન સ્વભાવવાળી અને નેહથી પરિપૂર્ણ ભરેલી હોય તે પણ સ્વચ્છેદ વર્તન કરનારી સ્ત્રી દીપશિખાની પેઠે તાપ અને ભય આપનારી થાય છે કે ૨ તેથી જ્યાંસુધી ચંદ્રમા જેવા હારા નિર્મળ કુળમાં મલિનતા પ્રાપ્ત ન થાય ત્યાંસુધીમાં મધુર વચનથી સમજાવવારૂપ સામ ઉપાયથી જ મ્હારા કુટુંબને અટકાવું. એમ વિચાર કરી ધનશ્રેષ્ઠીએ પિતાના ઘરના એક ભાગમાં દેવમંદિર કરાવ્યું અને તેમાં ધનદ યક્ષની મૂત્તિ સ્થાપના કરી. જે વખતે તે ગંધર્વો રાજાના મંદિરમાં ગાનાદિકનો અભ્યાસ કરે છે તે જ વખતે તે શ્રેષ્ઠી યક્ષની આગળ મૃદંગ, વાંસળી આદિ વાજિંત્રના શબ્દ કરાવવા લાગ્યા. આથી ગંધર્વ વિગેરેના ગીત-નૃત્યાદિકમાં વ્યાઘાત થવા લાગે. તેથી કેઈ કાંઈ પણ સાંભળી શકતા નથી. એવી રીતે ઉદ્વેગ પામેલા તે ગંધર્વો રાજા પાસે ગયા અને જણાવ્યું કે–હે દેવ! ધનશ્રેણી અમારા કલાભ્યાસમાં અટકાવ કરે છે. આ પ્રમાણે તેમની વિજ્ઞપ્તિ થતાં રાજાએ ધનશ્રેણીને બોલાવી કહ્યું કે-હે શેઠ! શા માટે તેઓને અડચણ થાય તેમ વર્તે છે? ધનશ્રેષ્ઠીએ જણાવ્યું કે-હે દેવ ! શાસ્ત્રમાં આ પ્રમાણે ઉપદેશ કરેલ છે કે-સંસાર અસાર છે, યૌવન ચપળ છે, લક્ષમી નાશવંત છે, પ્રિયને સમાગમ રવM સરખે છે, પાપના પરિણામ દુસહ છે, અમે વૃદ્ધ થયા છીએ અને પરલોકગમન નજીક આવ્યું છે. હવે ધર્મ કરવાને અવસર પ્રાપ્ત થયો છે. તેને માટે કહ્યું છે કે "जं जं करेइ तं तं न सोहए जुव्वणे अइक्वंते । पुरिसस्स महिलियाए इक्कं धम्म पमुत्तूणम् ।।३।।" શદાથ–પુરુષ અને સ્ત્રીના યૌવન અવસ્થાનું ઉલ્લંઘન થયા પછી એક ધર્મ કાર્ય સિવાય (અવસ્થા અનુચિત) જે કાર્યો કરવામાં આવે છે તે શોભતા નથી. | ૩ ||
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy