________________
'षड्विंशगुणवर्णन.
હવે માર્ગાનુસારીના પાંત્રીશ ગુણ પૈકી પચીસમા ગુણની સમાપ્તિ કરી ક્રમથી પ્રાપ્ત થયેલ “લાંબા કાળે થનાર અનર્ધાદિકનો વિચાર કરવારૂપ છવીસમા ગુણના વિવરણને પ્રારંભ કરે છે.
લાંબા કાળે થનારા હોવાથી દીર્ઘ એવા અર્થ કે અનર્થને જેનાર અર્થાત પર્યાલેચન કરવાના સ્વભાવવાળો દીર્ઘદશી કહેવાય છે. કહ્યું છે કે –
ચઢવા વીહલી, સંઘ પરિણામસુદ્ધાં .
बहुलाभमप्पकेसं, सलाहणिज्ज बहुजणाणं ॥ १ ॥ શબ્દાર્થ–દીર્ઘદશી પુરુષ પરિણામે સુંદર, ઘણો લાભ અને અલ્પ કલેશ વાળું તથા ઘણા લોકોને પ્રશંસા કરવા લાયક એવા સર્વ કાર્યોને આરંભ કરે છે.
જેમકે ધનશ્રેણી, તેની કથા આ પ્રમાણે છે
વસંતપુર નગરને વિષે પુત્ર, પુત્રની વહુ, ભેજાઈ, બહેન વિગેરે ઘણા કુટુંબની સંપત્તિવાળો અને હેટી બદ્ધિથી વૃદ્ધ ધન નામે એક શેઠ રહેતા હતા. એક વખતે તે નગરના જિતશત્રુ રાજાએ ધન શ્રેણીના ઘરની નજીકમાં એક દેવનું મંદિર કરાવ્યું, તે મંદિરમાં રાજાએ નિયુક્ત કરેલા નાચનાર અને નાચનારી વિગેરેના સમૂહથી યુક્ત એવા ગંધર્વે પ્રાતઃકાળે અને સાયંકાળે ગીત તથા નૃત્ય વિગેરે કરતા હતા. તે સાંભળવાના રસથી પરાધીન હદયવાળ ધન શ્રેષ્ઠીને મહિને લાદિ વગ ઘરના ધંધાને ત્યાગ કરી ઉભા રહી સાંભળે છે. પ્રથમ તો શરમયુક્ત હેવાથી અપેક્ષાપૂર્વક સાંભળતું હતું, પરંતુ અનુક્રમે તે મર્યાદા રહિત થયે.