________________
एकोनविंशगुणवर्णन
શ્રાવકના પાંત્રીશ ગુણપૈકી અઢારમા ગુણનું વિવરણ પૂરું કરી અતુ: કમથી પ્રાપ્ત થએલ “અતિથિ વિગેરેની ભકિત કરવારૂપ” એગણીશમા ગુણના વિવરણને પ્રારંભ કરે છે.
તથા હમેશાં અતિનિર્મળ અને એક સરખી વિધિપૂર્વક ક્રિયાની પ્રવૃત્તિને લઈને જેને તિથિ વિગેરે દિવસન વિભાગ ન હોય તે અતિથિ કહેવાય છે. કહ્યું છે કે –
तिथिपर्वोत्सवाः सर्वे, त्यक्ता येन महात्मना ।
अतिथिं तं विजानीयात, शेषमभ्यागतं विदुः ।। १ ॥ .. ન શબ્દાર્થ –જે મહાત્માએ સર્વ તિથિ, પર્વ અને ઉત્સવને ત્યાગ કર્યો છે. તે મહાત્માને અતિથિ જાણવા અને બાકીના બીજાઓને અભ્યાગત જાણવા. ૧
ભાવાર્થ-જે મહાત્માને રૂપામાં, સુવર્ણમાં અને ધન તથા ધાન્યમાં લભ ન હોય તે મહાત્માને અતિથિ જાણ. તથા શિષ્ટાચારમાં તત્પર અને સર્વ લેકેથી પ્રશસિત હોય તે સાધુ કહેવાય છે. તથા જો ધાતુ ક્ષય અર્થમાં હોવાથી સર્વ ધર્મ, અર્થ અને કામને આરાધના કરવાની શકિતથી હીણ હોય તે દિન કહેવાય છે. અતિથિ, સાધુ અને દીન (ર)પુરુષને વિષે હિતશિક્ષા અને યોગ્ય