________________
શ્રાદ્ધગુણવિવરણ અવસરે અન્નપાનાદિક આપવારૂપ તથા યથાયોગ ઉચિતતાનું ઉલ્લઘન કી શિવાય પ્રતિપત્તિ (ગૌરવ) કરનાર હોય તે પુરુષ ધર્મને અધિકારી થાય છે. ઔચિત્યતાને માટે કહ્યું છે કે
औचित्यमेकमेकत्र, गुणानां काटिरे कतः ।
विषायते गुणग्राम औचित्यपरिवर्जितः ॥२॥ શબ્દાર્થ એક તરફ કેવળ ફકત ઉચિતતા અને એક તરફ ગુણોની કેટી હોય તે પણ ઉચિતતાથી રહિત એવો ગુણેનો સમૂહ વિષરૂપ ગણાય છે. ૨
વળી કહ્યું છે કે –
અથવા તે ઉચિતરૂપ ચિંતામણિ પુણ્યવાન પુરુષોને શું નથી કરતો?તે ઉચિત રૂપ ચિંતામણી અપરિચિત લોકોમાં પણ એકદમ આદેયપણાને વિરતારે છે. ખરાબ અાચરણવાળા અને નાશ કરવાને ઉઘુકત થએલા નરપતિ જેવાને પણ શાંત કરે છે. અને ધર્મ, અર્થ તથા કામરૂપ ત્રિવર્ગને પ્રાપ્ત કરાવે છે તેથી આ લેકમાં તથા પરલોકમાં કલ્યાણ થાય છે. તેમાં મુખ્ય વૃત્તિએ સર્વવિરતિ ગ્રહણ કરનાર મુનિએ અતિથિ કહેવાય છે. તેથી તેવા અતિથિઓને વિષે પેત ના અનુગ્રહને માટે પુણ્યાનુબંધી પુણ્ય પ્રાપ્ત કરવા માટે અને કર્મોનો નાશ કરવાને માટે સર્વ પ્રકારની ઈચ્છા રહિત અને શ્રદ્ધાવાળા વિવેકી પુરુષે હમેશાં સંવિભાગ કરવો જોઈએ. તેને માટે શ્રાવક સામાચારીમાં કહ્યું છે કે –“જ્યાં સાધુઓનું આગમન હોય, જ્યાં જિ.શ્વર ભગવાનનું ચૈત્ય-મંદિર હોય અને જ્યાં વિદધ-ડાહાર સાધમિકે વસતા હોય તેવા સ્થાનમાં શ્રાવક વાસ કરે.” પ્રથમ પ્રાતઃકાલે જ્યાં સુધી જિનપ્રતિમા અને સાધુઓને વિધિપૂર્વક વંદન ન કર્યું હોય ત્યાં સુધી પાણી પણું પીવું કપે નહીં. મધ્યાહ્ન કાળે બીજીવાર મયાત્રે પણ દેવગુરુને અવશ્ય વંદન કરી શ્રાવકને ભોજન કરવું કપે. વળી સાયંકાળે પણ તેમને વંદન કરી શયન કરવું. ભેજન કરવાને કાળ પ્રાપ્ત થતાં દાનનું ફળ ઉત્તમ છે એમ જાણું ઉપાશ્રયમાં જઈ, વિધિપૂર્વક મુનિ પતિ-આચાર્યને વંદન કરી ભકિતના સમૂહથી અત્યંત ભરાએલા શરીરવાળે અને મહાન સંવેગથી પુલકિત (વિક૨વર) શરીરવાળા શ્રાવક પોતે જ નિર્દોષ અન્નપાનવડે મુનિઓને પ્રતિલાભિત કરે. બીજે ઠેકાણે પણ કહ્યું છે કે – પિતાના ઘરમાં સુપાત્રરૂપ મુનિ પ્રાપ્ત થયે તે અતિ વિશુદ્ધ શ્રદ્ધાથી જે પુરૂષે સર્વ પ્રકારે દેષ રહિત દાન આપ્યું નથી, તે