SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્દગુણવિવરણ ભજન કરવું નહીં. પગરખાં સાથે યગ્રચિત્તે, કેવળ જમીન ઉપર બેસી, પલંગ માં રહી, અગ્નિ, નૈઋત્ય, વાયવ અને ઈશાનરૂપ વિદિશા તથા દક્ષિણ દિશા તરફ મુખ રાખી અને ટૂંકા આસન ઉપર બેસી ભજન કરવું નહીં. આસન ઉપેર ન રાખી, ચંડાળ કે ધર્મભ્રષ્ટ પુરુષોના દેખતાં અને ભાંગેલા તથા મલિન ભાજનમાં ભોજન કરે નહીં. આ ભજન કોના તરફથી આવ્યું છે એમ જાણવામાં ન હોય, અજાયું હોય અને બીજી વખત ગરમ કરેલું હોય તેવું ભજન કરે નહીં. તેમજ જમતાં જમતાં બચ બચ એવા શબ્દએ સહિત અને મુખનો વિકાર કરતો ભેજન કે નહીં. જન નિમિત્તે આમંત્રણ કરવાથી પ્રીતિને ઉત્પન્ન કરે અને ભોજનની શરૂઆતમાં ઈષ્ટદેવના નામનું સ્મરણ કરતે સરખા વિશાળ અને અતિ ઊંચું ન હોય તેવા સ્થિર આસન ઉપર બેસી ભજન કરે. માસી, માતા, બહેન અને ભાર્યા વિગેરે સ્ત્રીઓએ આદરપૂર્વક પકાવેલું, ભજન કરી નિવૃત્ત થયેલા પવિત્ર પુરૂષોએ પીરસેલું અને સર્વ લોકે ભજન કરી રહ્યા પછી પોતે ભજન કરે. આ લોકમાં પોતાનું પેટ કોણ ભરતું નથી ? માટે જે ઘણુ જીવન આધાર હોય તે જ પુરુષ પુરુષ ગણાય છે. તેથી ભેજન વખતે પ્રાપ્ત થએલા બંધવાદિકને ભે જન કરાવે. જે પુરુષે સુપાત્રને દાન આપી અથવા તે અધિક શ્રદ્ધાથી સુપાત્રનું સ્મરણ કરી. ભેજન કરે છે, તે ધન્ય છે. તે સિવાયના કેવળ પિતાનું પેટ ભરનારા નરાધમેથી શું? અતિથિઓને ભક્તિથી, અજિનેને શકિત અનુસાર અને ! દુઃખીજનેને અનુકંપાથી યોગ્યતા પ્રમાણે કૃતાર્થ કરી પછી મહાત્મા પુરુષોને ભેજન કરવું ગ્ય છે. યાચના કરનારા સંન્યાસી અને બ્રહ્મચારીઓને ભિક્ષા આપે. જે ગ્રાસ બમાર હોય, તેને ભિક્ષા કહે છે અને ચાર ગ્રાસને અગ્ર કહે છે. ઉત્તમ બ્રાહ્મણે ચાર અગ્રને હિતકાર કહે છે. અથવા તો ભોજનને હતકાર કહે છે અને શિક્ષાને અગ્ર પણ કહે છે. અતિથિ, વિદ્વાન, જ્ઞાતિબંધુ અને અથજનની પૂજા કરી પિતાના વૈભવ પ્રમાણે તેમને આપ્યા સિવાય ભૂજન કરવું નહીં. જે વખતે દક્ષિણ નાસિકા વહેતી હોય તે વખતે મૌન કરી શરીરને સીધું રાખી, દરેક ખાવાની વસ્તુ સંઘીને અને દષ્ટિદેષના વિકારને ટાળીને ખરાબ સ્વાદથી, સ્વાદ વગરથી અને વિકથાથી વર્જિત થએલું તથા શાસ્ત્રમાં નિષેધ કરેલા સંપૂર્ણ આહારનો ત્યાગ કરવાથી મનહર એવા અન્નાદિકનું ભોજન કરવું જોઈએ. તથા ભેજન કરતાં સારી સ્નિગ્ધ, મધુર અને રસ યુક્ત વસ્તુ પ્રથમ ખાવી. પ્રવાહી, ખાટી અને ખારી વસ્તુ વચમાં ખાવી, તીખી તથા કડવી વસ્તુ ભેજનના અંતમાં ખાવી. મનુષ્ય ભોજન કરી રહ્યા
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy