________________
૧૨૪
શ્રાદ્ધગુણવિવરણ માં તારાએ જુવે છે અને તે પોતે પણ જેતે હતું, ત્યારે તું કેમ કહે છે કે કઈ ન જુએ તેવી રીતે આ બકરાને મારી નાખ્યા છે. અહે!હારી કેવી મૂઢતા છે! પછી કૃષ્ણપક્ષની ચતુર્દશીના દિવસે પૂર્વોક્ત વિધિએ નારદને બકરો મારવા વિગેરેનું કહેવામાં આવ્યું. એટલે નારદ પણ ગુરુના વાકયને બહુમાન કરતે વન અને ભુવન વિગેરે જે જે સ્થાનમાં જાય છે ત્યાં ત્યાં આ ના વનસ્પતિ અને દેવતાઓ જુવે છે; એમ જાણી તેણે વિચાર કર્યો કે કોઈ પણ એવું સ્થાન નથી કે કોઈ ને કેઈન દેખી શકે, તેથી ખરેખર આ બકરાને મારવાની ગુરુની આજ્ઞાજ નથી, એમ ધારી ગુરુ પાસે આવી તેને પિતાના આત્માની સર્વપરિણતિનું નિવેદન કરી દીધું. પછી ઉપાધયાય તેની સારી અને ઉચિત બુદ્ધિથી સંતેષને પ્રાપ્ત થયા અને કહ્યું કે –
उदीरिताः पशुनापि गृह्यते, हयाश्च नागाश्च वहन्ति नोदिताः। अनुक्तमप्यूहति पण्डितो जना, परेगितज्ञानफला हि बुद्धयः ॥ ७ ॥
પ્રેરણા કરાએલા અર્થને પશુ પણ ગ્રહણ કરે છે અર્થાત સમજે છે. અને પ્રેરણા કરાએલા અ તથા હસ્તિઓ ચાલે છે, પરંતુ પંડિત પુરુષ તે કથન નહી કરાએલા અથને પણ વિતર્કથી ગ્રહણ કરે છે, કારણ કે બુદ્ધિ તે બીજાના અભિપ્રાયને જણાવનાર શરીરની ચેષ્ટારૂપ ઇંગિત જ્ઞાનના ફળવાળી હોય છે. આપણા પછી ઉપાધ્યાયે નારદને કહ્યું કે-આ બીના કેઈને જણાવવી નહીં. તે પછી પર્વતને વેદનું શ્રવણ કરતાં અટકાવ્યો અને નારદ ઉચિત બુદ્ધિવાળો છે, એમ જાણી તેને વેદ સાંભળવાની આજ્ઞા આપી. હવે ગ્રંથકાર મહારાજ ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા જે બુદ્ધિયુક્ત હોય તે ધર્મને 5 થાય છે, એમ બતાવે છે – ... इच्छं पुमर्थेषु विशुद्धबुद्धि-गुणैः समेतः सुविचारसारम् ।
प्रवर्त्तमानो लभते निजार्थ-सिद्धि जनो धर्मरसाचितत्वम् ॥८॥
ઉપર જણાવ્યા પ્રમાણે નિર્દોષ એવી બુદ્ધિના ગુણેથી યુકત તથા ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ પુરુષાર્થને વિષે પ્રવૃત્તિ કરનાર પુરુષ સારા વિચારના સારભૂત એવી પોતાના અર્થની સિદ્ધિને અને ધર્મરૂપી રસની ગ્યતાને પ્રાપ્ત કરે છે.