SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધગુણવિવરણ તેવી જ રીતે ઉત્તરોત્તર ફળરૂપ સંબંધ (ફળમાન)ને મોટા પ્રયત્નથી વિચાર કરે છે. અહિં ક્રિયાપદને છેલ્લા પદની સાથે સંબંધ કર્યો છે. વળી કહ્યું છે કે – • ગુમય વાવિયં સર્વ ઘમ્મતિ થવાઘvi | વૈજ્ઞાારિછા, વહુ છાશવંમિ | ફ | બોધ કરવાને ઈચ્છેલ એવા સર્વ ધર્માદિક વસ્તુને બંધ થાય છે.. તે બધા જાણવાને અહીંયા વેદાભ્યાસની પરીક્ષામાં બે છાત્રનું શકરાને, મારવા વિશે ઉદાહરણ છે. ઉપલી ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે છે – બધુ કરવાને ઈચ્છલ એવા સર્વ ધર્માદિક વસ્તુને, વિપરીત વિગેરે દેખતા. ત્યાગપૂર્વક બંધ થાય છે. સમ્યક અને તેનાથી વિપરીત અસમ્યક છેષને વિષે વેદાભ્યાસની પરીક્ષામાંના નારદ અને પર્વત નામના બે છાત્રનું ઉદાહરણ છે. તે આ પ્રમાણે – શુકિતમતી નામે નગરીમાં ક્ષીરકદંબક નામના ઉપાધ્યાય પાસે વસુ, પત અને નારદ આ ત્રણે છાત્ર વેદોનો અભ્યાસ કરતા હતા. એક વખત બે જૈન મુનિઓ ભિક્ષા લેવા માટે ક્ષીરકદંબક ઉપાધ્યાયના ઘરે આવ્યા. ત્યાં અભ્યાસ કરતાં છાત્રોને જોઈ તે બે મુનિઓમાંથી એક જ્ઞાની મુનિએ બીજા મુનિ પ્રત્યે કહ્યું કે-આ ત્રણ વિદ્યાથીઓમાંથી વસુ છે તે રાજા થશે અને આ બે બ્રાહ્મણ છાત્રોમાંથી એક નરકમાં અને બીજે સ્વર્ગ શે. મુનિની આ વાર્તાને કઈ ઠેકાણે પટાંતર રહેલા ઉપાધ્યાયે ' સાંભળી લીધી. પછી ચિંતા યુકત એવા ક્ષીરકદંબક ઉપાધ્યાયે તે છાત્રોની પરીક્ષા કરવાનો પ્રારંભ કર્યો. કેઈક વખતે લાખના રસથી ભરેલું બકરાનું ચામડું બકરાની આકૃતિ જેવું કરી કૃષ્ણપક્ષની આઠમની રાત્રીએ ઉપાધ્યાયે પર્વતને બોલાવીને આપ્યું અને કહ્યું કે-આ બકરાને ત્યારે તેવી જગામાં મારી નાંખવે કે જ્યાં કોઈપણ તેને જોઈ શકે નહિં. આમ કરવાથી વેદ સાંભળવાની યોગ્યતા થાય છે. પછી તે બકરાને ઉપાડીને ગુપ્ત પ્રદેશમાં ગયો અને વિચાર વગરના તે પર્વતે તેને મારી નાખ્યો. તે પછી બકરાના શરીરમાંથી નિકળેલા લાખના રસથી ભિંજાએલો પર્વત આ રૂધિર છે, એમ માની સરોવરમાં સ્નાન કરી ગુરુ પાસે આવ્યો અને ગુરૂને આ વૃત્તાંત નિવેદન કરી દીધે. પછી તેના પિતા ક્ષીરકદંબક ઉપાધ્યાયે તેને કહ્યું કે-હેં એ બકરાને કેમ માર્યો? કારણ કે સર્વે ઠેકાણે ફરનારા તિર્થંભક દેવતાઓ અને આકાશ
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy