________________
૧૨૨
શ્રાદ્ધગુણવિવરણ ગુણને ગ્રહણ કરે છે. ૨ અહિં સંસારને સંપૂર્ણ સંગ ખારા જળના સમાન માન્ય છે અને તત્વનું સાંભળવું તેને મીઠા જળના સમાન કહ્યું છે. ૩. સાંભળવાપૂર્વક શાસ્ત્રોનું ઉપાદાન કરવું તે ગ્રહણ કહેવાય છે. ૩ ગ્રહણ કરેલાં શાસ્ત્રોને સ્મૃતિમાં રાખવાં તેને ધારણ કહે છે. ૪. જાણેલા પદાર્થનું અવલંબન કરી તેવા પ્રકારના બીજા પદાર્થોમાં વ્યાપ્તિ વિગેરેને વિતક કર તેને ઉહા કહે છે. પ.અનુમાન અને ઉક્તિ(કથન)વડે વિરુધ એવા હિંસાદિક પદાર્થથી પાપ લાગે છે. એમ જાણુવાથી પાછા હઠવું તેને અપોહ કહે છે. ૬ અથવા સામાન્ય જ્ઞાનને ઉહ કહે છે અને વિશેષ જ્ઞાનને અપહં કહે છે. ઉહાપેહના રોગથી અજ્ઞાન, સંશય અને વિપરીતતાને ત્યાગ કરવાથી જે જ્ઞાન થાય તેને અર્થવિજ્ઞાન કહે છે ૭ ઉહાપોહ અને અર્થવિજ્ઞાનથી વિરુધ (નિર્મળ) એટલે આ પ્રમાણે જ છે, એ નિશ્ચય તેને તત્વજ્ઞાન કહે છે. ૮ આ બુદ્ધિના આઠ ગુણે યથાસંભવ જાણવા. આ શુષા વિગેરેથી બુદ્ધિના ઉત્કર્ષવાળે પુરુષ નિરંતર વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનાર હોય તે કદિપણું અકલ્યાણને પ્રાપ્ત થતું નથી, પરંતુ સંપૂર્ણ ધર્મ અને વ્યવહારને પરમાર્થના વિચાર કરવામાં તત્પર થાય છે. કહ્યું છે કે
बुद्धिजुओ आलोयइ, धम्मठाणं उवाहि परिसुद्धं । ।
जोगत्तमप्पणाच्चिय, अणुबंधं चेव जत्तेणं ॥ ४॥ બુદ્ધિમાન પુરુષ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ ઉપાધિથી નિર્મળ એવા ધર્મરાનને તથા પોતાના ગ્યપણાને અને ઉત્તરોત્તર ફળરૂપ અનુબંધને પણ ટા પ્રયત્નથી વિચાર કરે છે. ૪ ઉપરની ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે છે.
બુધિના ઉપલક્ષણથી બુદ્ધિના ગુણવાળો પુરુષ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એવાં વિશેષણરૂપ ઉપાધિથી દેષરહિત એવા ધર્મસ્થાનની તેમજ પિતાના આત્માની યોગ્યતાને પણ વિચાર કરે. એકલા ધર્મસ્થાનની આલોચના કરે છે એમ નહી. એ મ િશબ્દનો અર્થ છે. જેમ કે કયા ધર્મસ્થાનને હું એગ્ય છું તેને માટે કહ્યું છે કે –
# વા જાનિ મિત્રાળ, જો તે વૌ થયા /
कश्चाहं का च मे शक्ति-रिति चिन्त्यं मुहुर्मुहुः ॥५॥ ક કાળ વર્તે છે? કોણ મિત્રો છે? કો દેશ છે? ખર્ચ અને આવક કયા છે? હું કેણ છું? અને હારી શક્તિ કેવી છે? એવી રીતે વારંવાર ચિતવવું. ૫