________________
શ્રાદ્ધગુણવિવરણ એ વાકયમાં ઉદ્ર સમાપ્ત થયેલ છે. તેથી મારા શબ્દમાં ચા ઉમેરાય છે, અને પિતાથી માતા વિશેષ પૂજનિક હોવાથી માતા શબ્દનો પૂર્વમાં નિપાત કર્યો છે. જે કારણથી મનુ કહે છે કે –
___ उपाध्यायाद्दशाचार्य, आचार्याणां शतं पिता ।
सहस्रं तु पितुर्माता, गौरवेणाऽतिरिच्यते ॥ २॥ શબ્દાર્થ – દશ ઉપાધ્યાય કરતાં એક આચાર્ય, સે આચાર્ય કરતાં એક પિતા અને હજાર પિતા કરતાં એક માતા ગૌરવતામાં અધિક છે. ૨
વળી અડસઠતીર્થો, તેત્રીશ ક્રોડ દેવતા અને અધ્યાશી હજાર ઋષિઓ માતાના ચરણમાં વસે છે. વડીલે પતિત થયા હોય તે તેમને ત્યાગ કરવો ઉચિત છે પરંતુ માતા ગર્ભ ધારણ અને પોષણ કરવાથી વિશેષ ઉપકારી છે, માટે માતાને કદિ પણ ત્યાગ કરવો નહિ. હે ભારત ! સ્મૃતિઓમાં જે અડસઠ તીર્થો કહ્યાં છે તેનાથી ગંગા શ્રેષ્ઠ છે, અને માના તેનાથી પણ અધિક શ્રેષ્ઠ ગણાય છે. શ્રાદ્ધના અધિ કારમાં પ્રથમ માતાનું, તે પછી પિતાનું અને તે પછી માતામહ વિગેરેનું શ્રાદ્ધ ક૨વામાં આવે છે. આ પ્રમાણે વૃદ્ધના શ્રાદ્ધ કરવામાં કમ બતાવે છે. વળી
" आस्तन्यपानाजननी पशूना-मादारमावधि चाधमानाम् ।
आगेहकर्मावधि मध्यमाना-माजीवितातीर्थमिवोत्तमानाम ॥ ३ ॥"
રાખ્યાથ–પશુઓને જ્યાં સુધી સ્તન્યપાન કરાવે ત્યાં સુધી, અધમ પુરુપિને સ્ત્રીની પ્રાપ્તિ થાય ત્યાં સુધી, મધ્યમ પુરુને ઘરનું કામ કરે ત્યાં સુધી અને ઉત્તર પુરુષને જ્યાં સુધી જીવે ત્યાં સુધી માતા તીર્થરૂપ છે. ૩ વળી આગમમાં પણ કહ્યું છે કે –
"तिण्हं दुप्पडिआरं समणाउ सो तं जहा अम्मापिउणो मट्टिदायगस्स ધારિસર્ચ ઇત્યાદિ છે શ્રમણ !હે આયુષ્યમાન ! માતાપિતા, સ્વામી અને ધમચા એ ત્રણ જણને બદલે દુખે કરી વાળી શકાય છે. તેમાં કોઈ કુદ્દીન
હમેશાં પ્રાતઃકાળમાં માતા-પિતાના શરીરને શતપાક તથા સહસ્ત્રપાક તેલથી મદદ કરી, સુગંધીવાળા ચૂર્ણથી ઉદવર્તન કરી, ગોદક, ઉષ્ણોદક અને શીક એ ત્રણ પ્રકારના જળથી સ્નાન કરાવી, સર્વ અલંકારોથી વિભૂષિત કરી, અઢાર પ્રકારના વ્યંજન (શાક, દાળ) વિગેરે યુક્ત અને મને તથા તપેલી વિગેરેમાં