SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્દગુણવિવરણ રાંધવાથી ખરાખર પરિપક્વ થયેલું લેાજન જમાડી જ્યાં સુધી જીવે ત્યાં સુધી માતાપિતાને પેાતાની પીઠ ઉપર ઉપાડીને ફરે તેા પણ માતાપિતાના પ્રત્યુપકાર થતા નથી, અર્થાત્ માતાપિતાના ઉપકારના બદલા વળતે નથી. વળી જો તે કુલીન પુરુષ માતાપિતાને ધમ સભળાવી ધર્મના બાધ કરી અને ધમના ભેટા સમજાવી કેવળજ્ઞાનીના કથન કરેલા ધમ માં સ્થાપન કરે તેા માતાપિતાના ઉપકારના બદલા વળે. ( સ્વામીસેવાના સંબંધમાં પણ ઉપરની માક યથાયેાગ્ય જાણી લેવું. ) વળી કાઇ સુગુણ પુરુષ ઉત્તમ ગુણવાળા સાધુ અથવા શ્રાવક પાસેથી શાસ્ત્રાનુસાર ધમ સંબધી ઉત્તમ વાકય શ્રવણ કરી તથા મનથી ધારણ કરી તથા આયુષ્ય સમ સ થતાં મરણ પામી કાઇ પણ દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થા હાય તે વખતે તે દેવ પેાતાના ધર્માચાર્યને દુભિક્ષ દેશથી સુભિક્ષ દેશમાં લાવીને મૂકે, છાયા તથા જળ રહિત અરણ્યમાંથી સુપ્રદેશમાં લાવી મૂકે અને લાંબા કાળના વ્યાધિથી આકુળવ્યાકુળ થયેલાને રાગ રહિત કરે તાપણુ તેમનેા પ્રત્યુપકાર થતા નથી, પરંતુ જો તે સુગુણ પુરુષ પેાતાના ધર્માંચાય ને કેવળજ્ઞાનીના કથન કરેલા ધમથી ભ્રષ્ટ થયેલા જોઇ વારવાર ધમ સંભળાવી ધર્મના એધ કરાવી અને ધમના બીજા ભેટ્ઠા સમજાવી કેવળજ્ઞાનીના પ્રરૂપેલા ધમમાં સ્થાપન કરે તે ધર્માચાયના ઉપકારના બદલા સારી રીતે વળે છે. તે જ કારણથી ત્રિભુવનગુરુ અને કેવળજ્ઞાનદિવાકર શ્રીમાન્ વીર વિભુ પેાતાના બ્રાહ્મણ માતાપિતાને પ્રતિખાધ કરવા માટે બ્રાહ્મણુકુંડ ગામના ઉપવનમાં પધાર્યાં હતા. તે સાંભળી તેમને વદન કરવા માટે દેવના અને ઋષભદત્તનુ ત્યાં આગમન થયું હતું. તે અવસરે શ્રીમન્મહાવીરસ્વામીનું દશન થતાં જ દેવાન’દાના સ્તનમાંથી દૂધની ધારા છૂટી તે જોઇ ઈંદ્રાદિક દેવાની સભાની અંદર શ્રી ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યો કે, હું ભગવન્ ! આમ થવાનું શું કારણ હશે ?” તેમણે જણાવ્યુ કે “ હે ગૌતમ ! આ દેવાના પ્રથમની મારી માતા છે. ” શ્રી ગૌતમસ્વામીએ બીજી વાર પૂછ્યું' કે “ હે ભગવન્ ! આ દેવાનંદા કેવી રીતે આપની માતા છે ? ” ભગવાને પેતાનુ દેવાનંદાના ગર્ભમાં આગમન અને ઇંદ્રના આદૅ શથી હરિણુગમેષિ દેવે કરેલું ગર્ભનું હરણ વિગેરે પૂર્વના સવ વૃત્તાંત કહીં સભળાન્યા. તે સાંભળી તેમના માતાપિતાને પ્રતિખેાષ થવાથી તેમણે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે અગીયાર અંગનું પઠન કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મેાક્ષને પ્રાસ થયા, એ જ વિષયમાં કહ્યું છે કેઃ— =
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy