________________
-
-
-
-
-
-
શ્રાદ્ધગુણવિવરણ જેને શ્રાવક ધર્મને યોગ્ય થવું હોય તેણે શાસ્ત્રકારના ફરમાન મુજબ માતાપિતાદિક પૂજ્ય વર્ગનું નમસ્કારરૂપ પૂજન અવશ્ય કરવું જોઈએ. “માતાપિતાને નિરતર નમસ્કાર કરનાર, ”એ વિશેષણથી સ્પષ્ટ જણાઈ આવે છે કે તેઓની આજ્ઞાને ભંગ તે કરી શકાય જ નહીં, કારણ કે વૃધ્ધાની આજ્ઞાનુસાર વર્તન કરવું તેને જ આગળ ઉપર શાસ્ત્રકારે પૂજન કહેલું છે.
કેટલાએક કુપુત્ર સહેજ વાતમાં માતાપિતાની સામે થઈ તેમનાં હિતકારી અને અમૂલ્ય વચનની આજ્ઞા કરે છે. તેમનું નમસ્કાર અને આજ્ઞાપાલનરૂપ પૂજન તે દૂર રહ્યું, પણ અવસર આવે તેમના શરીર ઉપર પ્રહાર કરતાં પણ અચકાતા નથી. આવા જ પ્રાચે કરી ધર્મને અગ્ય હોય છે, અને તે પરલોકમાં જરૂર દુર્ગતિને આધીન થાય છે, તે વિવેકી પુરુષોએ માતાપિતાની અવજ્ઞા કરનાર અધમ પુરુષને સંસર્ગ પણ કર વ્યાજબી નથી, કઈ કારણસર અથવા અજ્ઞાનતાને લીધે માતાપિતાની પ્રકૃતિ દુસહ્ય હોય તે પણ ઉત્તમ પુત્રએ તે તેમની નમસ્કારાદિ પૂજા કરી જેવી રીતે તેમના ચિત્તને સમાધિ રહે તેવી રીતે વર્તન કરવું એ ઉચિત છે. “આ માતાપિતાને ભક્ત છે” એમ લેકને બતાવવા ખાતર નહીં, પણ અંતઃકરણની ખરી ભક્તિથી પૂજ્યવર્ગની પૂજા માં જોડાવું જોઈએ, કારણ કે પ્રાણી માત્રને સંસારમાંથી તારનાર સ્થા અને જંગમ એમ બે તીર્થો કહ્યાં છે, તેમાં સ્થાવર તીર્થોની સાથે માતાપિતાની સામ્યતા બતાવી છે. જો કે ગ્રંથકર્તાએ સ્મૃતિ, પુરાણાદિકનાં વચનો ટાંકી માતાપિતાને સ્થાવર તીર્થોથી પણ અધિક શ્રેષ્ઠ બતાવ્યા છે, તે પણ ઉપરનો ગ્લૅક જોતાં માતાપિતાની શત્રુંજયાદિ તીર્થોની સાથે સામ્યતા બતાવી છે તેની તે કઈ પણ ના કહી શકે તેમ નથી. આ ઠેકાણે તાત્પર્ય એવો છે કે, જે પુરુષ હમેશાં માતાપિતાની નમસ્કારરૂપ પૂજા કરનાર હોય છે તે જ પુરુષ વિધિપૂર્વક તીર્થયાત્રા અને તીર્થોનું બહુમાન વિગેરે કરી શકે છે, માટે માતાપિતાના પૂજક થઈ હમેશાં તીર્થયાત્રા જેટલું ફળ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થવું જોઈએ.
વળી તેમને પરલોકમાં હિતકારી અનુષ્ઠાનને વિષે જોડવાથી, આ લેક તથા પરલોકના સંપૂર્ણ વ્યાપારની અંદર તેમની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી ઉત્તમ વર્ણ અને ગંધયુક્ત પુષ્પ તથા ફળ વિગેરે વસ્તુની ભેટ મૂકવાથી અને નવીન અન્ન તથા વસ્ત્રાદિ તેમના ઉપગમાં આવ્યા પછી ઉપયોગમાં લેવાથી માતાપિતાની પૂજા થાય છે. આથી વિપરીત કરવું તે અનુચિત છે. “માતાપિતોn ૧૨