SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ नवम गुण वर्णन. હવે કમથી પ્રાપ્ત થયેલ “માતાપિતાની પૂજા કરવા "રૂપ નવમા ગુણનું વર્ણન કરે છે. “ગાતાપિત્રો જૂન -ગૃહસ્થાએ માતાપિતાની પ્રાત, મધ્યાહ્ન અને સાયંકાળે પ્રણામાદિકવડેકરી પૂજા કરનાર થવું જોઈએ. કહ્યું છે કે – " मातृपित्रादिवृद्धानां, नमस्कारं करोति यः।। तीर्थयात्राफलं तस्य, तत्कार्योऽसौ दिने दिने ॥ १॥" શબ્દાર્થ જે પુરુષ માતાપિતા તથા વડીલ વર્ગને નમસ્કાર કરે છે, તેને તીર્થયાત્રા જેટલું ફળ થાય છે, તે હેતુથી તેમને નિરંતરનમસ્કાર કરે જોઈએ. ૧ ભાવાથ-પૂજ્ય વર્ગમાં અગ્રેસર માતા પિતા છે. જેમ દેવપૂજા ત્રણ વાર કરવાની શાસ્ત્રમાં આજ્ઞા છે તેમ માતાપિતા, વડીલ બંધુ વર્ગ અને વૃદ્ધ કુટુંબ વર્ગ વિગેરેને પણ દિવસમાં ત્રણ વાર નમસ્કાર કરવાની આજ્ઞા છે, માટે તેમને હંમેશાં નમસ્કાર કરવો જોઈએ. જે પુરુષો પિતા પરોપકારી પૂજ્ય વર્ગની અવગણના કરે છે તે કદિ પણ ધર્મ અંગીકાર કરવાને લાયક થતું નથી. જે માતાપિતાએ આપણા ઉપર અગાધ ઉપકાર કરેલો છે તેને બદલે કેઈપણ રીતે વાળી શકાતું નથી. તેને માટે જેનાગમમાં જણાવેલી બીના આજ ગુણમાં આગળ જણાવેલી છે, તેથી અહીંયાં એટલું જ કહેવું બસ થશે કે-માતાપિતાનું પૂજન કરનાર ઘેર બેઠાં તીર્થયાત્રાનું ફળ પ્રાપ્ત કરે છે, માટે હમેશાં ત્રણ વાર ન બની શકે તે પ્રાતઃકાળમાં - માતાપિતા વિગેરે પૂજ્ય વર્ગને ધર્મ જિજ્ઞાસુ પુરુષે એ અવશ્ય નમસ્કાર કરવા ચૂકવું નહીં. સાંપ્રત કાળમાં ગુજરાત દેશમાં માતાપિતાને નમસ્કાર કરવારૂપ પ્રચાર બહુધા લુપત થઈ ગયે છે, પરંતુ આ પ્રચાર દક્ષિણ, મારવાડ અને પંજાબ વિગેરે દેશમાં દષ્ટિગોચર થાય છે પણ જેવી રીતે શ.કાર ફરમાવે છે તેવી રીતે શ્રધ્ધા અને વિનયપૂર્વક જોવામાં આવતો નથી. તે
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy