________________
શ્રાદ્ધગુણવિવરણ ગણાતો નથી. ઉપાધિજન્ય દેષ તે દૂર રહે. પરંતુ જેમ જ્ઞાનની સંગતિ થવાથી પ્રાણનાં કર્મ નાશ પામે છે, તેમ સ્વભાવથી ઉત્પન્ન થયેલો પણ દેષ સારી સંગતિથી ચાલ્યા જાય છે.”
બે પોપટના માતાપિતા એક જ હોવા છતાં જિલ્લોના સંગથી એકને અવગુણ થયો હતો, અને મુનિના સંગથી બીજાને ગુણ થયો હતો, એમ સંભળાય છે. “હે રાજન ! મ્હારા અને તે પક્ષીના માતાપિતા એક જ છે. મને મુનિઓ લાવ્યા છે અને તેને ભિઠ્ઠ લોક લઈ ગયા છે. હે રાજન ! તે પક્ષી ભિલોની વાણી શ્રવણ કરે છે, અને હું મુનિjની વાણી શ્રવણ કરું છું. સંસર્ગથી દોષ અને ગુણ પ્રાપ્ત થાય છે, એ તમે પણ પ્રત્યક્ષ જોયું.” વળી કહ્યું છે કે –
"धर्म ध्वस्तदया यशश्च्युतनयो वित्तं प्रमत्तः पुमान, काव्यं निष्प्रतिमस्तपः शमदयाशून्योऽल्पमेधाः श्रुतम् । वस्त्वालेोकमलोचनश्चलमना ध्यानं च वाञ्छत्यसौ,
यः सङ्गं गुणिनां विमुच्य विमतिः कल्याणमाकारक्षति ॥२॥" શબ્દાથ–જેમ નિર્દય પુરુષ ધમને, અન્યાયી યશને, પ્રમાદી પુરુષ દ્રવ્યને, બુદ્ધિહીન કાવ્યને, સમતા અને દયારહિત પુરુષ તપસ્યાને, અલ્પ બુદ્ધિ શ્રતને, નેત્રહીન પદાર્થ જેવાને, અને ચલચિત્તવાળે ધ્યાનને ઈચ્છે છે તેમ દુર્મતિ ગુણીના સંગનો ત્યાગ કરી કલ્યાણની ઈચ્છા રાખે છે. ૨
સારી સંગતિને ઉપદેશ જેવી તેવી રીતે પ્રાપ્ત થતું નથી. આ સંબંધમાં લેકમાં પ્રસિદ્ધ થયેલી પ્રભાકરની કથા આ પ્રમાણે છે
વીરપુર નગરમાં કર્મમાં તત્પર દિવાકર નામે બ્રાહ્મણ રહેતું હતું. તેને પ્રભાકર નામે એક પુત્ર હતું. તે કીમીયાગર, જુગારી, કજીયાખોર અને સર્વ ઠેકાણે નિરંકુશ હાથીની પેઠે ઇચ્છા પ્રમાણે બ્રમણ કરનાર હતું. તેના પિતાએ તેને આ પ્રમાણે શિખામણ આપી કે, “વત્સ! તું વ્યસનને ત્યાગ કર. કહ્યું છે કે
"वैरवैश्वानरव्याधि-वादव्यसनलक्षणाः
महानाय जायन्ते, वकाराः पंच वर्द्धिताः ॥३॥" શબ્દાથ–વૈર, વૈશ્વાનર (અગ્નિ), વ્યાધિ, વાદ અને વ્યસનરૂપ આ પાંચ વિકારે વૃદ્ધિ પમાડવાથી મહાન અનર્થ થાય છે. ૩,