SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્દગુણવિવરણ ઉપર દ્વેષ રાખનાર અને નિરોગી છતાં ઔષધ ખાનાર પુરુષ ખરેખર મરવાને ઈરછે. છે એમાં સંદેહ નથી. જકાત આપી ઊલટે રસ્તે ચાલનાર, ભેજન વખતે ક્રોધ કરનાર અને પોતાના કુળના અહંકારથી સેવા નહીં કરનાર આ ત્રણને મ દબુદ્ધિ સમજવા. બુદ્ધિહીન છતાં કાર્યની સિદ્ધિ ઇચ્છનાર, દુખી છતાં સુખના મનોરથ કરનાર અને કરજ કરી સ્થાવર મીલકતને ખરીદનાર આ ત્રણેને ભૂખ પુરુષોના સરદાર જાણવા. મનહર સ્ત્રી છતાં પરસ્ત્રીની ઈચ્છા કરનાર, ભોજન તૈયાર છતાં ગમન કરનાર અને નિધન છતાં ગોકી કરવામાં અત્યંત આસક્ત હય, તે પુરુષ મૂખને શિરામણી ગણાય છે. કીમીયામાં દ્રવ્ય જેનાર, રસાયનમાં રસિક થનાર અને પરીક્ષા માટે વિષ ભક્ષણ કરનાર આ ત્રણ અનર્થને પ્રાપ્ત કરે છે. જેના દેશ જાણીતા હોવા છતાં તેની સ્લાઘા કરનાર, ગુણીના ગુણની નિંદા કરનાર અને રાજા વિગેરેનો અવર્ણવાદ બેલનાર પુરુષ તત્કાળ અનર્થનું ભાજન થાય છે. કદિ શ્રમ થયો હોય તે પણ આત્માનું કલ્યાણ ઈચ્છનાર પુરુષે મહિષ, ખર અને ગાયની ઉપર આરોહણ કરવું નહીં. કેદખાનામાં તથા વધસ્થાનમાં, જુગાર રમવાના સ્થાનમાં, પરાભવના સ્થાનમાં, ભાંડાગારમાં અને નગરના અંતેઉરમાં જવું નહીં. ઈત્યાદિ ઉત્તમ લોકાચારનું સેવન કર્યું હોય તે તેનાથી પ્રાયે કરી આ લેકમાં ખરેખર યશ, મહટાઈ અને શોભા વિગેરેની વૃદ્ધિ થાય છે. તેમજ લોકોને તે માન્ય હોવાથી કરવા ધારેલાં ધર્મકાર્યોની સિદ્ધિ પણ સુખેથી થાય છે, અને જે તે લોકાચારનું ઉલ્લંઘન કરવામાં આવે છે તે દેશના રહેવાસી લે કોની સાથે વિરોધ થવાનો સંભવ હોવાથી ધર્મકાર્યમાં વિશ્ન આવી પડે છે. કહ્યું છે કે " व्यलीकमस्तु मा वास्तु, लोकोक्तिस्तु सुदुस्सहा । भज्यतां भाजनं मा वा, टणत्कारस्तु मारयेत् ॥ २ ।।" શદાર્થ—અસત્ય હોય અથવા તે સત્ય હોય પરંતુ લોકોક્તિ તે અતિ દુકસા હોય છે. પાત્ર (વાસણ) ભાંગે કે ન ભાંગો પણ લોકો તે ટકોરે મારે છે જ જક્તિને લોક કહે છે અને તે પ્રવાહથી શાશ્વત છે, તેને આ ચારથી વિરુદ્ધ હોય તેને લોકવિરુદ્ધ જાણવું. કાચાથી વિરુદ્ધ કરનાર મનુષ્ય એકદમ લઘુતાને પ્રાપ્ત થાય છે અને લઘુતાને પ્રાપ્ત થયેલ મનુષ્ય પણ તરણાની પેઠે નકામો થાય છે. પિતાના રથાનમાં સંતુષ્ટ થયેલા ત્રણસો ને ત્રેસઠ પાખંડીઓ હમેશાં જે લોકાચારનું પાલન કરે છે, તે લેકાવાર કેવી રીતે લઘુ થાય? જ્યારે સર્વ પ્રકારના
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy