________________
છે
पंचम गुण वर्णन.
હવે કમથી પ્રાપ્ત થયેલ પ્રસિદ્ધ દેશાચાર અને આચરણ કરવારૂપ - પંચમ ગુણનું વર્ણન કરે છે.
કસિત ર સારા સમાજ તથાપ્રકારના અન્ય શિષ્ટ પુરુને તે આચાર માન્ય હોવાથી લોકરૂઢીમાં આવેલ હોય તેને પ્રસિદ્ધ કહે છે. અને મહાન પુરુષને યોગ્ય ભજન, વસ્ત્ર અને ગૃહકાર્ય વિગેરે નાના પ્રકારની ક્રિયારૂપ આખા દેશને વ્યવહાર તેને દેશાચાર કહે છે. તેવા પ્રસિદ્ધ દેશાચારને સારી રીતે આચરનાર ગૃહસ્થ ધર્મને 5 થાય છે, અર્થાત પર્વોક્ત રીતિથી વર્તન કરનાર પુરુષવિશેષ ધર્મ મેળવવા અધિકારી થાય છે. દેશ-ઉપલક્ષથી પોતાના કુળમાં ઉત્પન્ન થયેલા અને સર્વ ઠેકાણે પ્રસિદ્ધિને પામેલા લેકચાર અને ધર્માચારનું સારી રીતે આચરણ કરનાર હોય, તેનું આચરણ તે તેનાથી વિરુદ્ધ આચારને ત્યાગ કરવાથી થાય છે. કહ્યું છે કે
" लोकः खल्वाधारः, सर्वेषां धर्मचारिणां यस्मात् ।
तस्माल्लोकविरुद्धं, धर्मविरुद्धं च संत्याज्यम् ॥ १ ॥" શયદા–જે કારણથી ખરેખર સમગ્ર ધાર્મિક લોકોને આધાર લેક છે, તે માટે લોકવિરુદ્ધ અને ધર્મ વિરુદ્ધ આચારનો ત્યાગ કરવો જોઈએ. ૧ દેશ અને લોકાદિક વિરુદ્ધ તે આ પ્રમાણે છે – - “દવ્યના પ્રમાણ કરતાં અધિક વેશ રાખનાર, અધિક દ્રવ્ય છતાં હીન વેશ રાખનાર અને પોતે શક્તિ રહિત છતાં શક્તિવાળાની સાથે વેર કરનાર પુરુષનું મહાન પુરુષો ઉપહાસ્ય કરે છે. ચેરી વિગેરેથી દ્રવ્યની આશા બાંધનાર, સારા ઉપામાં શંસય રાખનાર અને પોતાની શક્તિ છતાં ઉદ્યોગ રહિત થનાર પુરુષને લક્ષમી પ્રાપ્ત થતી નથી. રેગી છતાં અપથ્યનું સેવન કરનાર, હિતશિક્ષા આપનાર