________________
શ્રાદ્ધગુણવિવરણ સંગને ત્યાગ કરનાર મુનિઓ પણ શરીર અને સંયમનું રક્ષણ કરવા માટે લેકાચારને અનુસરે છે ત્યારે બીજાની તે ગણત્રી જ શી ? ઘણા લોક સાથે વિરોધ રાખનારને સંસર્ગ કરે, દેશાચારનું ઉલ્લંઘન કરવું, શક્તિ ઉપરત ભેગા કરે, દાનાદિકનો નિષેધ કરે, સંત પુરુષોને કષ્ટ આવે ખુશી થવું અને શક્તિ છતાં તેમના કષ્ટને દૂર કરવા ઉપાય ન કરે, ઈત્યાદિ બીજાં પણ કેટલાંએક વિરુદ્ધ કાર્યો જાણી લેવાં. હવે ગ્રંથકાર પંચમ ગુણને ઉપસંહાર કરતાં ઉપદેશદ્વારા ફળ દર્શાવે છે.
" समाचरन शिष्टमतस्वदेशाचार यथौचित्यवशेन लोके । सर्वाभिगम्यो लभते यशांसि, स्वकार्यसिद्धिं च गृहाश्रमस्थः । ३॥":
શબ્દાર્થ-ગૃહસ્થાશ્રમમાં રહેલો પુરુષ શિષ્ટ પુરુષને માન્ય એવા પિતાના દેશાચારને યોગ્ય રીતે આચરણ કરતે લેકમાં સર્વને માનનીય થાય છે અને યશ તથા પિતાના કાર્યની સિદ્ધિને પણ મેળવે છે.”