SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ વક્તિજીવિત [૩–૧૪, ૧૫, ૧૬ બીજા ચરણમાં અ ંતે ક્રિયાપદ અને ત્રીજમાં ચેાથા ચરણમાં નિનીતિ ક્રિયાપદ આવેલું છે. આ શ્ર્લાકોમાં ક્રિયાપદોમાં જ દીપકત્વ એટલે દીપાવવાની શક્તિ છે, કારણ, (વાકયમાંના બીજા પદાર્થો) યિાપદ સાથે જોડાયેલા હાય એ રૂપે જ ક્રિયાપદ્ધથી સ્થાપિત થાય છે. અહી સુધી દીપક અલંકારની ભામહની વ્યાખ્યા સમજાવી છે. ભામહે વાકયના આદિ, મધ્ય કે અંતમાં આવેલા ક્રિયાપદને આધારે ત્રણ પ્રકાર પાડયા છે અને તે ક્રિયાપદને જ દીપક માને છે. કારણ, ક્રિયાપદને કારણે જ ખીજા શબ્દો તેની સાથે જોડાયેલા હોય એ રીતે પ્રતીત થાય. છે. કુ તકને આ વાત માન્ય નથી. એને મુખ્ય વાંધા માત્ર ક્રિયાપદને જ દીપક ગણવા સામે છે. અને હવે એ ભામહની વ્યાખ્યા સામે વાંધા રજૂ કરે છે. (૧) આ રીતે જોતાં તે દીપક અલકાર ન હાય એવાં બધાં વાકયાને પણ તેમાં એક જ ક્રિયાપદ હાવાને કારણે દીપક અલંકારનાં ઉદાહરણ માનવાં પડશે, અને પછી દીપક અલંકાર એકલા જ રહેશે. (ર) વળી, એ શેાભા વધારે છે એમ કહેવા માટે કોઈ ત સંગત દલીલ ન હેાવાથી એને અલ કાર ગણવા એ જ ઉચિત નથી. કહેવાની મતલબ એ છે કે ક્રિયાપદ વાકયના આદિ, મધ્ય કે અંતમાં આવે એથી શી રીતે શાભામાં વધારો થાય છે તે તર્કસંગત રીતે બતાવ્યું નથી. એટલે બધાં ક્રિયાપદો એકસરખાં જ હાઈ કાં તા બધાંને જ દીપક માનવાં પડશે અથવા આદિ, મધ્ય કે અંતમાં આવેલાં ક્રિયાપદો પણ અલકાર નથી એમ માનવું પડશે. (૩) ખીજુ એ કે, ક્રિયાપદની વાત જવા દઇએ તયે, એ રીતે જોઈએ તા, કોઈ પણ વાકયમાંનાં બધાં જ પદો એકબીજા સાથે જોડાયેલાં હાઈ તેઓ બીજા પદોને પ્રકાશિત કરે એટલે કે દીપાવે એ તેમના સ્વભાવ જ છે. વાકયાર્થ પદોના પરસ્પર સંબંધ ઉપર આધારિત હોઈ બધાં જ વાકયોને દીપક અલ'કારનાં ઉદાહરણુ ગણવાં પડે એવી સ્થિતિ ફરી ઉપસ્થિત થશે.
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy