________________
૩-૧૪, ૧૫, ૧૬]
વતિજીવિત ૨૩૧ (૪) જે એમ કહે કે આદિ, મધ્ય કે અંતમાં આવેલા ક્રિયાપદમાં એ પ્રકારની વિશેષતા આવે છે માટે તેને અલંકાર ગણ જોઈએ, તે અમે પૂછીએ છીએ કે આદિ, મધ્ય કે અંતમાં આવતાં ક્રિયાપદ અને વાક્ય વગેરેના સ્વરૂપમાં એવી કઈ વિશેષતા દાખલ થાય છે, જે બીજા ક્રિયાપદોમાં કે વાક્યનાં બીજાં પદોમાં ન હોય? એવું તે કંઈ છે નહિ. એટલે બધાં જ પદોને દીપક અલંકાર કહેવા પડશે.
(૫) ક્રિયાપદના પ્રકારભેદને લીધે તે આદિ, મધ્ય કે અંતમાં આવે છે એમ કહે તે એ સ્થિતિ તે એ જ અર્થના વાચક બીજા વાક્ય વગેરેની પણ સંભવે છે, અને એ રીતે દીપકના અનંત પ્રકારે થઈ જશે.
(૬) દીપક અલંકારમાં વપરાયેલા ક્રિયાપદમાં મૂ વગેરે (ધાતુ) જેવી વ્યાકરણગત વિશેષતા ઉપરાંત કોઈ બીજી વિશેષતા હેવી આવશ્યક છે, જેને લીધે એને કાવ્ય કહી શકાય.
(૭) અથવા દીપક અલંકારની એવી વ્યાખ્યા કરીએ કે જ્યારે સમાન વિભક્તિનાં અનેક નામે એક જ ક્રિયાપદ સાથે જોડાયેલાં હોય ત્યારે એવા ક્રિયાપદને દીપક અલંકાર કહે, તેયે કાવ્યશોભા ઉત્પન્ન કરનાર કારણ તે જણાવવું રહ્યું. ખરું જોતાં બીજા વિદ્વાનોએ કહેલું જ છે કે પ્રસ્તુત અને અપ્રસ્તુત વચ્ચેનું પ્રતીયમાન સામ્ય એ જ એ કારણ છે, બીજું કશું નહિ. જેમ કે –
જેમાં પ્રસ્તુત અને અપ્રસ્તુત વસ્તુઓ આદિ, મધ્ય કે અંતમાં હેઈને ઉપમાનું સૂચન કરતી હોય તે દીપક અલંકાર કહેવાય.” (ઉદ્ભટ, ૧-૧૪) ૭૮ અને એનું ઉદાહરણ બીજા એક ગ્રંથમાં આપેલું છે કે —
બદિગ્ગજેના મદથી હરાઈ ગયેલા હદયવાળા હાથીએ વનમાં, અને કવિએ વકૅક્તિથી વિષમ મહાકવિઓના માર્ગમાં મુશ્કેલીથી ફરે છે.” ૭૯