________________
૧૬૪ વક્રોક્તિજીવિત
[૨-૨૮ચોથું ઉદાહરણ–
ત્રિપુરવિયી ભગવાન.” ૧૦૦ આ લેક પહેલા ઉમેષમાં ૬ માં ઉદાહરણ તરીકે આવી ગયો છે. (પૃ. ૫૧).
એમાં આગલાં ઉદાહરણની પેઠે તલવારમાં કવન અધ્યારોપ. કરે છે.
આમ, કારકવકતાનું નિરૂપણ કરી, કમ પ્રમાણે સંખ્યાવકતાનું નિરૂપણ કરે છે. કારણ, સંખ્યા કારકનું નિયમન કરનાર હોય છે. અર્થાત્ સંસ્કૃતમાં એકવચન, દ્વિવચન અને બહુવચનના પ્રત્યય જુદા જુદા હોય છે.
જેમાં કવિએ કાવ્યમાં ચિત્ર્ય લાવવાની ઇચ્છાને વશ થઈને સંખ્યા(વચન)માં ઊલટપાલટ કરી નાખે છે તેને સંખ્યાવકતા કહે છે.
કવિઓ જ્યારે કાવ્યનું સૌંદર્ય પ્રગટ કરવાની ઈચ્છાને વશ થઈને સંખ્યા કહેતાં વચનમાં ફેરફાર કરે છે, એટલે કે એક ને બદલે બીજુ વચન વાપરે છે, ત્યારે તે સંખ્યાવતા કહેવાય છે. એને અર્થ એ છે, કે જ્યાં એકવચન કે દ્વિવચન વાપરવાનું હોય ત્યાં વૈચિત્ર્યને ખાતર બીજું જ વચન વાપરવામાં આવે અથવા બે ભિન્ન વચનનાં નામે જ્યાં સમાન અધિકરણથી જાય ત્યાં વચનવક્રતા કહેવાય. જેમ કે –
કપિલ ઉપર ચીતરેલી પત્રાવલિ હથેલીના દબાણથી ભંસાઈ ગઈ છે, આ અમૃત જે મીઠો અધરરસ નિઃશ્વાસ પી ગયા છે, આંસુ વારે વારે કંઠે વળગીને સ્તનને કંપાવે છે, એ નિર્દયહુદયની, તને ક્રોધ વહાલું લાગે, અમે નહિ.” (અમરુશતક, ૮૫, ધ્વન્યાલેક, ૨-૧૬) ૧૦૧ અહીં હું નહિ ને હું એમ કહેવાને બદલે “અમે નહિ”