________________
૨-૨૭, ૨૮]
વક્રોક્તિજીવિત ૧૬૩ આમ, અચેતન પદાર્થમાં પણ ચેતન પદાર્થમાં સંભવતા સ્વાતંત્ર્યને અથવા સાધન વગેરે અમુખ્ય કારકોમાં કર્તુત્વને અધ્યારેપ કરવાથી જેમાં કારની ઊલટસૂલટ ચમત્કારિક લાગતી હોય, તે કારચિયવકતા કહેવાય. જેમ કે–
ઈવાકુવંશીઓને કરી દીનતા ધારણ કરવામાં રાચતી માગણવૃત્તિ શીખવવામાં આવી નથી. રઘુકુલમાં કેણે કદી સેવાભાવસૂચક હાથ જોડયા છે? એ બધું મેં કર્યું તેમ છતાં સાગરે રસ્તે ન છે એટલે હવે બીજું શું થાય? મારો હાથ એકાએક ધનુષ ચડાવવા ધસી જાય છે.” (મહાનાટક, ૪-૭૮; સરસ્વતી કંઠાભરણ, પૃ. ૬૨) ૯૭
આ શ્લેકમાં “હું હાથમાં ધનુષ લેવાને ઇચ્છું છું એમ કહેવાને બદલે કરણ એટલે કે સાધન એવા હાથમાં કર્તુત્વને અધ્યારેપ કર્યો છે તે કેઈ અપૂર્વ કારકવકતા સિદ્ધ કરે છે. બીજું ઉદાહરણ–
“આંસુને પ્રવાહ” ૯૮ આ કલેક પહેલા ઉન્મેષમાં ૬પમાં ઉદાહરણ તરીકે આવી ગયો છે (પૃ. ૫૧). ત્રીજું ઉદાહરણ
“એકબીજાને ટોણો મારતા મારા દસ ડાબા હાથે એકી વખતે ધનુષ પકડી લીધું છે, એથી તેઓ પ્રસન્ન છે. હવે મારી સેવા કરવાને ઉત્સુક એવા મારા દસ જમણ હાથોમાં પણછ ચડાવવા માટે હું પહેલે, હું પહેલે એવી હરીફાઈ આકાશમાં ચાલી રહી છે.” (બાલરામાયણ, ૧–૫૦), ૯
આમાં પણ આગલા ઉદારણની પેઠે અચેતન પદાર્થમાં કતૃત્વને આરોપ કરવાને લીધે કારકત્વકતા આવી છે.