________________
૧૨ વક્રોક્તિજીવિત
[૨-૧૦, ૧૧, ૧૨ (મારી નાખ્યો તેને “માતંગ ન કહીએ તે શું કહીએ?” (સુભાષિતાવલી, દ૨૮) ૩૫
આ એક અન્યોક્તિ છે. હાથીના કાન મોટા હોય છે અને તેને કર એટલે કે તેની સુંઢ પણ મોટી હોય છે. એટલે તે મારી વાત સાંભળશે અને તેને ઉપાય પણ કરશે, એવી આશાએ કોઈ ભ્રમર તેની પાસે ગયે, પણ તેણે તે તરત જ મોટા કાન ફફડાવી તેને ઝટકી નાખ્યો, એ આ લેકને વાચ્યાર્થ છે. પણ એમાંથી બીજો અર્થ એ સમજાય છે કે કોઈ વિપત્તિમાં આવી પડેલે માણસ કઈ સાધનસંપન્ન માણસ પાસે એવી આશાએ જાય છે કે આ મારી વાત સાંભળશે અને ઉપાય પણ કરશે. પણ પેલા માણસે તે એને તરત જ તગેડી મૂક્યો. આવો માણસ ચંડાળ ઘાતકી જ કહેવાય. આ કલાકમાં બે શબ્દ લેષયુક્ત છે તેથી આ અર્થ વધારે આકર્ષક બને છે. એક તે જ. એના બે અર્થ થાય. હાથીની બાબતમાં સૂંઢ અને માણસની બાબતમાં “હાથ. એ જ રીતે નાતક' એટલે હાથીના સંબંધમાં હાથી અને માણસના સંબંધમાં ચંડાળ’.
આ લેકમાં “માતક શબ્દ પ્રસ્તુત પ્રકરણમાં માત્ર હાથીને અર્થ વ્યક્ત કરે છે. પરંતુ શ્લેષથી ચંડાળરૂપી અપ્રસ્તુત અર્થને બધ કરાવી, રૂપકાલંકારની છાયાના સ્પર્શથી, “નૌવહી (વાહીક બળદ છે)ની પેઠે સાદેશ્યમૂલક લક્ષણા સંભવી શકે છે, એટલે પ્રસ્તુત અર્થ હાથી ઉપર “ચંડાલવીને આરોપ કરાવી પર્યાયવક્રતાને પિષે છે. કારણ કે આવા દાખલાઓમાં પ્રસ્તુતના અપ્રસ્તુત સાથેના સંબંધનું નિરૂપણ કોઈ વાર રૂપકાલંકાર દ્વારા તે કઈ વાર ઉપમા દ્વારા થતું હોય છે. જેમ કે
“આ તે જ છે (એટલે કે આ હાથી ચંડાળ જ છે) એ રૂપક અલંકાર છે અને “આ તેને જે છે (એટલે કે આ હાથી ચંડાળ જે છે) એ ઉપમા અલંકાર થયે. અને એ જ (ધ્વનિવાદીઓને મતે) શબ્દશક્તિમૂલ સંલક્ષ્યક્રમવ્યંગ્ય પદધ્વનિને દાખલે છે.