________________
૨-૧૦, ૧૧, ૧૨]
વક્રાતિજીવિત ૧૨૭ આવા અનેક ક્લિષ્ટ પદે વપરાયાં હોવાને લીધે (શબ્દશક્તિમૂલ સંલક્ષ્યક્રમવ્યંગ્ય) વાક્યધ્વનિનું ઉદાહરણ–
"कुसुमसमययुगमुपसंहरन्नजृम्भत ग्रीष्माभिधानः फुल्लमल्लिकाધાતો માત્ર ને રદ્દા
આના બે અર્થ થાય છે; એક ગ્રીષ્મઋતુને લગતે અને બીજે શિવને લગતે. ગ્રીષ્મઋતુને લગતે અર્થ–
“જેમાં ફૂલે ખીલે છે તે વસંત ઋતુના બે માસ ચૈત્ર અને વૈશાખને ઉપસંહાર કરી, હવેલીઓને શ્વેત બનાવી દેતા ખીલેલી જૂઈના હાસ્યવાળે ગ્રીષ્મ નામને લાંબા દિવસેવાળ સમય ઉદય પામે.” ૩૬ શિવને લગતે અર્થ–
“વસંત ઋતુ જેવા શોભીતા સત્ અને ત્રેતા યુગને અંત આણી, ખીલેલી જૂઈને જેવા શુભ અટ્ટહાસ્યવાળા, ગ્રીષ્મ જેવા મનાતા શિવ પ્રગટ થયા.” ૩૬ એવું જ બીજું ઉદાહરણ– "वृत्तेऽस्मिन् महाप्रलये धरणीधारणायाघुना त्वं शेषः।” ३७॥
“આ મહાપ્રલય થઈ ગયા પછી પૃથ્વીને ધારણ કરવા માટે હવે તમે જ શેષ છે.” ૩૭
ઉપલા ઉદાહરણની પેઠે આ ઉદાહરણ પણ “હર્ષચરિત'માંથી લેવામાં આવેલું છે. પ્રસંગ એવો છે કે હર્ષવર્ધનના પિતા પ્રભાકરવર્ધનનું મૃત્યુ થયું છે, અને મોટા ભાઈ રાજ્યવર્ધનનું ખૂન થયું છે, એવા સમયે હર્ષવર્ધનનો સેનાપતિ સિંહનાદ હર્ષવર્ધનને આ શબ્દો કહે છે. એટલે પ્રકરણને લીધે એ અર્થ સમજાય છે કે તમારા પિતા અને મોટાભાઈના મૃત્યરૂપ મહાપ્રલય પછી પૃથ્વી કહેતાં રાજ્યની ધુરા ધારણ કરવા તમે જ હવે શેષ એટલે કે બાકી રહ્યા છે. પણ એમાં વપરાયેલા “મહાપ્રલય અને “શેષ” એ બે શ્લેષયુક્ત શબ્દોને લીધે એમાંથી બીજો અર્થ એ