________________
ખંડન અને સ્વમતનું સ્થાપન તેણે અનેક સ્થળે કર્યું છે, અને તેમાં ઘણું વાર યુક્તિપ્રતિયુક્તિની જટાજાળ મિતાક્ષરી શૈલીને લીધે અનુવાદક માટે દુહ બને તેમ છે.
૩. આ વિષમતામાં વક્રોક્તિ જીવિત’ના પાઠની કેટલીક અસ્પષ્ટતા અને અશુદ્ધિને કારણે વૃદ્ધિ થાય છે, જેથી પંડિતે પણ ગૂંચવાય એવાં સ્થળોની તેમાં ખેટ નથી. કૃષ્ણમૂર્તિએ “વકૅક્તિછવિતાના ચોથા ઉન્મેષને પાઠ પ્રથમ વાર પ્રસ્તુત કર્યો અને આગળના ઉન્મેષોની પાઠશુદ્ધિ પણ તેમણે જેસલમેરની મહત્વની હસ્તપ્રતને આધારે કરી છે. તે ઉપરાંત અંબાપ્રસાદના “કલ્પલતાવિવેક'માં ઉદ્દધૃત પાઠેને પણ તેમણે લાભ લીધે છે. તેમ છતાં કેટલાંક સ્થળ અસ્પષ્ટ કે શંકાસ્પદ રહ્યાં છે, અને નગીનદાસભાઈએ શ્રીકૃષ્ણમૂર્તિને પાઠ લીધો હોવા છતાં, કેટલેક સ્થળે અન્ય પાઠ લેવાનું તેમને યોગ્ય લાગ્યું છે. “વકૅક્તિજીવિત ના અનુવાદની દુર્ધટતાને ખ્યાલ એ વાત ઉપરથી પણ આવશે કે કૃષ્ણમૂર્તિના અંગ્રેજી અનુવાદમાં તેમ જ ચૌખંભા આવૃત્તિમાં આપેલા રાધેશ્યામ મિશ્રના હિંદી અનુવાદમાં પણ કેટલાંક સ્થળોએ અર્થ અસ્પષ્ટ કે અપ્રતીતિકર લાગે છે.. કૃષ્ણમૂર્તિએ તે પોતાના અંગ્રેજી અનુવાદની શૈલીસજાવટ કરી હેવાથી તેમાં ઘણે સ્થળે શબ્દશઃ અર્થને બદલે ભાવાર્થ મળે છે.
૪. નગીનદાસભાઈએ યથાશક્ય એ અનુવાદોને લાભ લીધો છે. પણ તેમનું પ્રયોજન સંરકૃત ન જાણનાર ગુજરાતી વાચકે સુધી વકેતિજીવિત’ને પ્રમાણભૂત રીતે પહોંચાડવાનું છે. જે તેમને ગુજરાતી અનુવાદ ખોડંગાતા, પરતંત્ર, સંસ્કૃત શૈલી અને અભિવ્યક્તિના પડછાયા જેવ, “તરજમિયો' બને તે વાચકેને માટે આ કંઠિન ગ્રંથના અવગમનમાં ભારે અંતરાયો ઊભા થાય. એટલે યોગ્ય રીતે જ નગીનદાસભાઈએ અનુવાદને મૂળાનુસારી રાખીને પણ અભિવ્યક્તિની દષ્ટિએ શક્ય તેટલે. સ્વાભાવિક અને પ્રાસાદિક કરવા પ્રયાસ કર્યો છે. સંસ્કૃત પંડિતેને જે આમાંથી દસવીશ સ્થાને વિગતોમાં સુધારો કરવા જેવું લાગશે, તે નગીનદાસભાઈ તેને જરૂર આવકારશે. અને આ અનુવાદ કરતાં વધુ સારો, વધુ વિશદ અને પ્રમાણભૂત અનુવાદ કેઈના તરફથી મળશે તે આપણું સૌ રાજીના રેડ થઈશું.
મારી તે સંસ્કૃતોને વિનંતી છે કે તેઓ આપણું વ્યાપક જિજ્ઞાસુ, વર્ગને માટે કુન્તક સહિતના બધા કાવ્યમીમાંસની સંક્ષિપ્ત પણ.