________________
૭, કાવ્યકૃતિઓના માર્મિક વિવરણને આધારે સાહિત્યના સ્વરૂપને : અને તત્વને વિચાર કરનાર ભારતીય આચાર્યોની નક્ષત્રમાળામાં કુન્તકની.. -ઘુતિને ઝળહળાટ અનેરે છે. વિચારણું, નિરૂપણ અને શૈલી ઉપર કર્તાના
વ્યક્તિત્વની મુદ્રા જેવી “વફૅક્તિછવિત’માં અંકિત થયેલી પ્રગટપણે અનુભવાય છે, તેવી બીજા અલંકારગ્રંથમાં નથી અનુભવાતી. સૂક્ષ્મ સંવેદનશીલ રુચિતંત્ર, પ્રતીતિને રણકાર, મર્મગ્રાહી સૂઝ, ખંડનું તેમ જ અખંડનું આકલન અને સહૃદયી ભાવકના સંસ્પર્શવાળી અભિવ્યક્તિ - “વક્રોક્તિજીવિત કારની આવી ગુણસંપત્તિને લીધે એ અલંકારગ્રંથના પરિશીલનથી. આપણું કાવ્યપદાથની સમજ સૂમ અને ઊંડી તે બને જ છે, પણ - સાથોસાથ એ પરિશીલન પિતે એક અવિસ્મરણીય, રમણીય અનુભૂતિ બની રહે છે.
૧. આવા એક કાવ્યમર્મજ્ઞ, કાવ્યતત્વ અને પ્રકાંડ પંડિતના ગ્રંથમણિને અનુવાદ એ ભારે ભગીરથકાર્ય ગણાય. તે માટે કાવ્યશાસ્ત્રની -વ્યાપક અને ઊંડી જાણકારી જોઈએ. લાંબો સમય માનસિક અને શારીરિક પરિશ્રમ કરવાને રહે. ઘણી ધીરજ જોઈએ. આ બધી મૂડીથી નગીન- દાસભાઈ ઘણું મૂડીદાર હેવાનું આપણે જાણીએ છીએ. એમણે આ પહેલાં આનંદર્વન, જગન્નાથ અને મમ્મટ જેવા વાદેવતાના અવતારોને ગુજરાતી અવતાર સિદ્ધ કરેલ છે. ગાંધીટોરના જીવન અને સાહિત્યની પ્રેરણું અને વિદ્યાપીઠના ગુરુવર્યો પાસેથી મળેલી દીક્ષાથી તેમને જ્ઞાનયજ્ઞ સાઠેક વરસથી વણઅટકળ્યો અહેરાત્ર ચાલતો રહ્યો છે. તેમની નજરમાં “વક્રોક્તિછવિત” વસી ગયું એટલે તેના અનુવાદનું કાર્ય બે-ત્રણ વરસક્વચિત્ લગાતાર તો કવચિત્ છૂટક-ગુટક રૂપે- તેમનું નિત્યનું અનુષ્ઠાન બની ગયું. આ પુરુષાર્થ કરતાં તેમને કેટલા અને કેવા ઊંડા પાણીમાં -ઊતરવું પડયું તેને હું કેટલેક અંશે સાક્ષી છું. '
૨. વિચારણાની ઝીણવટને લીધે વક્રોક્તિજીવિતની શૈલી વિદoધ અને વિકટ છે. એક બાજુ કુન્તક જેમ પ્રત્યેક કારિકાના શબ્દેશબ્દનું સવિસ્તર વિવરણ આપે છે તથા ઉદાહરણના માર્મિક અંશોનું આન દ, વિસ્મય અને કૌતકના અહેભાવી ઉદ્દગાર સાથે રહસ્ય પ્રગટ કરે છે, તેમ બીજી બાજ તે ખંડનમંડન અને વાદવિવાદની શૈલી પણ અપનાવે છે. વિવિધ સ્થાપિત મત અને પક્ષોની પરંપરા સામે પ્રબળ યુક્તિઓને આધારે વિપક્ષનું