SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ છઠું દિશા પરિમાણ વ્રત. જ દિશાનું પરિમાણ કરી લેવું, પ્રથમ કરેલ હોય તે તેને સંક્ષેપ કરે. (ઘટાડવું) સાતમું ભેગે પગ પરિમાણ વ્રત ચૌદ નિયમ ધારવા, પંદર કમદાનને વર્જવા. ચાર મહાવિગય વિગેરે બાવીશ અભક્ષ્યને ત્યાગ કર. ઇત્યાદિ. આઠમું અનર્થદંડ વિરમણ વ્રત. ૧ અપધ્યાન, ૨ પાપોપદેશ, ૩ હિંઅપ્રદાન, ૪ પ્રમાદાચરિત એ અનર્થ દંડના ચાર ભેદ શાસ્ત્રમાં કહ્યા છે. તેમાંથી જેટલા દૂર થાય તેટલા કરવા. તે ઉપરાંત ૧ જુગટુ રમવું નહિ, ૨ પશુ પંખી પાંજરે નાંખવા નહિ, ૩ નાટક નાચ વિગેરે તમારા જેવા નહિં. ૪ ફાંસી આપે ત્યાં જેવા જવું નહિં ઈત્યાદિ પણ વિશેષે વજવું નવમું સામાયિક, દસમું દેશાવકાશિક, અગ્યારમું પૌષધ, બારમું અતિથિ સંવિભાગ આ ચાર વતે અંત સમયે આદરી શકાય તેવાં નથી. માટે તે વ્રતની ભાવના રાખી આત્મામાં ચિંતવન કરવું, અમુક ટાઈમે ચિત્તની સ્વસ્થતા હોય તે સમભાવ રૂપ સામાયિક કરવું, વળી વિચારવું કે ઘરમાં જે કાંઈ ચીજો અધિકરણ વિગેરે મેં મકળા રાખ્યાં છે તે તમામ મારે દેહ પડી ગયે સિરે સિરે કરું છું. આ વ્રત પચ્ચખાણ એટલા માટે છે કે જેમ ખેતરને વાડ કરી હોય તે ખેતરમાં જાનવર ન પેસે ને ચોર ચોરી ન જાય. વળી ઘરની આગળ કંપાઉન્ડ બાંધવામાં આવે છે જેથી એમ પ્રતિભાસ થાય છે, જે આટલી હદ આપણી છે. તેની બહાર આપણે હક્ક નથી. તેવી રીતે વ્રત પચ્ચખાણ લેવાથી લાંબી ઈચ્છા ન થાય, નવા નવા બનેર–તરરૂપી ચોર આત્માને દુઃખી ન કરે, તેમ વળી આત્મા પણ તેવી સ્થિતિમાં સમજી શકે કે આ ઉપરાંત મારે પ્રતિજ્ઞા છે. ૩ સર્વ જીવ ક્ષમાપના. खामेसु सव्वसत्ते, खमेसु तेसिं तुमे वि गयकोहो । परिहरियपुव्ववेरो, सव्वे मित्तित्ति चिंतिसु ॥ કેપ રહિત પણે સર્વ પ્રાણીમાત્રને ખમાવે; અને તે જીવના કરેલા અપરાધને ખમ, પૂર્વનું કઈ ભવનું પણ વેર તજી દઈને સર્વ મિત્ર છે એમ ચિંત.” શ્રી વાસુપૂજ્ય ચરિત્રમાં જેવી રીતે વાસુપૂજ્ય સ્વામીના જીવ પોત્તર રાજાએ અણસણ કરતાં અવ્યવહાર રાશિના જીવાથી માંડી તમામ જીની સાથે ખમતખામણાં કર્યા છે. તેમ હું પણ સર્વ જીવોની સાથે ખમતખામણા કરૂં છું. ઘણા કાળ સુધી અત્યવહાર રાશિમાં (નિગોદમાં) રહેલા એવા મારા આત્માએ અનંત જંતુના સમૂહને જે કાંઈ ખેદ ઉપજા હોય તે સર્વને ખમાવું છું. વ્યવહાર રાશિમાં આવી પૃથ્વીકાયને ધારણ કરતાં એવા મારા આત્માએ પાષાણ લેતું માટીરૂપે
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy